વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 108 બુલેટો ડીટેઇન કરી સાઇલેન્સર પર રોલર ફેરવી દેવાયું

મોડિફાઈડ સાઇલેન્સર ફિટ કરાવી ફટાકડા ફોડીને તીવ્ર ઘોંઘાટ કરતા ચાલકો સામે પોલીસની ડ્રાઇવ

MailVadodara.com - 108-bullets-causing-noise-pollution-were-detained-in-Vadodara-and-silencers-were-rolled-over-them

- વડોદરા ટ્રાફિક પોલીસે તિવ્ર ઘોંઘાટ ફેલાવતા 108 બુલેટચાલકોને પકડી મોડિફાઈડ સાઇલેન્સરોને કઢાવીને FSLમાં મોકલી આપ્યાં હતાં, તમામ સાઇલેન્સરનો નાશ કરાયો


વડોદરા શહેર પોલીસ દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલેન્સરવાળા 108 બુલેટ ડિટેઇન કરીને એમાંથી 108 સાઇલેન્સર કાઢીને એનો નાશ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વાહનો ડીટેઈન કરીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે.


વડોદરા શહેરમાં કેટલાક શખ્સો દ્વારા બુલેટમાં મોડિફાઈડ સાઇલેન્સર ફિટ કરાવી ફટાકડા ફોડીને તીવ્ર ઘોંઘાટ કરતા હોય છે. અમુક બુલેટચાલકો તેઓના બુલેટમાં નિયમ વિરૂદ્ધ મોડીફાઈડ સાઇલેન્સર ફીટ કરાવીને જાહેર રોડ રસ્તા પર ફટાકા કરી તિવ્ર ઘોંઘાટ કરે છે. જેથી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, વડિલો અને હોસ્પિટલના દર્દીઓ પર માઠી અસર થાય છે. જેથી તિવ્ર ઘોંઘાટ ફેલાવતા 108 બુલેટચાલકોને પકડી મોડિફાઈડ સાઇલેન્સરોને કઢાવીને FSLમાં મોકલી આપ્યાં હતાં. મોડિફાઈડ સાઇલેન્સરવાળા 108 બુલેટ ડિટેઇન કરીને એમાંથી સાઇલેન્સર કાઢીને વડોદરા ટ્રાફિક શાખા ખાતે આ તમામ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે.

સાઇલેન્સર બદલવું એ ગુનો છે, જો બુલેટના સાઇલેન્સરમાં ફેરફાર કરીને જોરથી અવાજ કરવામાં આવે તો એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે. અલગ-અલગ રાજ્યોમાં એના પર અલગ-અલગ દંડની જોગવાઈ છે. સામાન્ય રીતે સાઇલેન્સર બદલવા માટે 1000નો દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ દંડ વધારે પણ હોઈ શકે છે. જો નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે તો વાહન પણ જપ્ત કરી શકાય છે. આ સિવાય મોટા અવાજથી ધ્વનિપ્રદૂષણ થાય છે, જેના કારણે અલગથી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. સાથે જ જો તમે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરો છો તો તમારા પર સરકારી કામમાં વિઘ્ન ઊભું કરવા માટે અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લાગી શકે છે.


બાઇક યુઝર્સે આ બાબતોનું ધ્યાન રાખવું તમારી મોટરસાઇકલને હંમેશાં એની મૂળ સ્થિતિમાં રાખો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જો તમને તમારા વાહનમાં કોઈ ફેરફારની જરૂર હોય તો ઓફિશિયલ સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો. અમે તમને જણાવી દઈએ કે જોરથી અવાજ માત્ર ગેરકાયદે નથી, પરંતુ એ તમારા અને અન્ય લોકો માટે પણ અસુરક્ષિત હોઈ શકે છે. યાદ રાખો ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે માત્ર આપણી જાતને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ સુરક્ષિત રાખીએ.

Share :

Leave a Comments