વડોદરા શહેર અને જિલ્લામાંથી ધો.10-12ના 100610 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે

MailVadodara.com - 100610-students-of-std-10-12-from-Vadodara-city-and-district-will-give-the-board-exam

- સેન્ટ્રલ જેલમાંથી ધો.10ના 4 અને ધો.12ના 5 કેદીઓ પરીક્ષા આપશે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આ વર્ષે તા.૨૭ ફેબુ્રઆરીથી પ્રારંભ થવાનો છે. વડોદરા શહેર અને જિલ્લામાંથી ૧૦૦૬૧૦ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા આપશે.

બોર્ડ પરીક્ષાને હવે એક મહિનો બાકી રહ્યો છે ત્યારે મળતી વિગતો પ્રમાણે  વડોદરા શહેર અને જિલ્લામાં બોર્ડ પરીક્ષાના આયોજન  માટે ડીઈઓ કચેરીએ તૈયારીઓ શરુ કરી દીધી છે.બોર્ડ પરીક્ષા માટેના એક્શન પ્લાનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આ વર્ષે ધો.૧૦ની પરીક્ષા માટે ૬૩૪૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ચાર ઝોન પર ૧૯૭ બિલ્ડિંગોના ૨૧૨૭ બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવશે. ધો.૧૦ની પરીક્ષા સવારે ૧૦ વાગ્યાથી ૧-૧૫ વાગ્યા સુધી લેવામાં આવશે.જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા બપોરે ત્રણ વાગ્યાથી ૬-૩૦ વાગ્યા સુધીના સમયગાળમાં લેવાશે.ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા સવારના સેશનમાં ૧૦-૩૦ થી ૧-૪૫ દરમિયાન અને બપોરના સેશનમાં ૩ વાગ્યાથી ૬-૧૫ દરમિયાન લેવામાં આવશે.

જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના બે ઝોનના ૮૩ બિલ્ડિંગના ૮૩૦ બ્લોકમાં ૨૪૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહના બે ઝોન પર ૪૪ બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં ૧૧૯૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે.તમામ બિલ્ડિંગના બ્લોકમાં સીસીટીવીની સુવિધા છે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.દર વર્ષની જેમ ડીઈઓ કચેરી ખાતે પરીક્ષા ચાલુ હશે ત્યાં સુધી સવારના આઠ થી રાત્રીના આઠ વાગ્યા સુધી કંટ્રોલ રુમ પણ કાર્યરત કરવામાં આવશે. આ વર્ષે સેન્ટ્રલ જેલમાં ઉભા કરાયેલા પરીક્ષા કેન્દ્ર પર ધો.૧૦ના ચાર અને ધો.૧૨ના પાચ એમ કુલ નવ કેદીઓ પરીક્ષા આપશે. બોર્ડ પરીક્ષા આપનારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગના  ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Share :

Leave a Comments