વડોદરામાં હોળી પ્રગટાવવા માટે રોડ-રસ્તા પર ખાડા નહીં ખોદવા કોર્પોરેશન દ્વારા અપીલ

રોડને નુકસાન થતું રોકડવા રોડ પર છાણ-માટીનું લીપણ કરી રેતી-માટી પાથરવા સલાહ

MailVadodara.com - Corporation-appeals-not-to-dig-holes-on-roads-to-light-Holi-in-Vadodara

આગામી દિવસોમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખી રસ્તાને નુકસાન થાય નહીં તે રીતે હોળી પ્રગટાવતા ડામર ઓગળવાથી રોડને નુકસાન થતું રોકવા રોડ પર છાણ-માટીનું લીપણ કરી રેતી-માટી પાથરવા સલાહ કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે .

વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખા દ્વારા જણાવ્યું છે કે, હોળી નિમિત્તે જાહેર માર્ગો પર સીધા ડામર રોડ પર ખાડા ખોદીને ઘાસ, છાણા, લાકડા મૂકીને હોળી પ્રગટાવવાથી હોળીની જ્વાળાની સીધી ગરમી ના કારણે રોડ રસ્તા ના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંકશન તૂટી જાય છે જેથી હોળી પ્રગટાવવાના સ્થળે ડામર ઉપર છાણ માટેનું જાડુલી પણ કરવું જરૂરી છે તથા તેની ઉપર ઈંટો અથવા રેતી માટીનું સ્થળ પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગોને થતું નુકસાન નિવારી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.

Share :

Leave a Comments