વડોદરા શિક્ષણ સમિતિ સંચાલિત 121 પ્રાથમિક શાળાઓમાં `શાળા પ્રવેશોત્સવ'ની ઉજવણી કરાશે

આંગણવાડી અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ બાળકોને આવકારવામાં આવશે

MailVadodara.com - ‘School-Entrance-Festival-will-be-celebrated-in-121-primary-schools-run-by-Vadodara-Education-Committee

- શિક્ષણ સમિતિ દ્વારા હવે ધો.5ના વિધાર્થીઓને શિક્ષણિક કીટનું વિતરણ કરાશે, આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂકાશે

- શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાડીમાં 3746 અને બાલવાટિકામાં 4120 બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં 121 પ્રાથમિક શાળાઓ (જેમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 06 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાડીમાં 3746 અને બાલવાટિકામાં 4120 બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત આંગણવાડી અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ બાળકોને આવકારવામાં આવશે. આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવિન પ્રવેશપાત્ર તમામ ભૂલકાંઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે. જેમાં સ્કૂલ બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી, કંપાસ, બુટ - મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે. આ સાથે સમગ્ર શિક્ષા કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યા પ્રવેશ, મારી લેખન પોથી નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વર્તાપોથી જેવી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવશે. જેથી સમયસર બાલવાટીકામાં પ્રવેશ પામનાર બાળકોના શાળા પ્રવેશ બાદ તેઓનો અભ્યાસ સુચારૂ રીતે થઈ શકે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હવે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ શિક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. આ સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.

Share :

Leave a Comments