રીવ્યુ કરવાના ટાસ્કમાં સારા વળતરની લાલચ આપી સાયબર ઠગોએ યુવક પાસેથી 16.60 લાખ પડાવ્યા

ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - young-man-of-Rs-16-60-lakhs-by-promising-good-compensation-for-a-review-task

વડોદરાના યુવાનને વેબસાઇટ પર રીવ્યુ કરવાના ટાસ્ક આપીને સારા વળતરની લાલચ આપવાની લાલચ આપીને સાયબર માફીયાઓએ 16.60 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં રહેતા ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ અગાઉથી ગુનાહિત કાવતરુ રચીને 13 જુલાઈ, 2025થી આજ દિવસ સુધી અલગ અલગ ટેલીગ્રામ મારો સંપર્ક કર્યો હતો અને મને મેસેજ કર્યા હતા અને અલગ અલગ વેબસાઇટ લિંક પર રજીસ્ટ્રેશન કરાવડાવ્યું હતું અને મને ઓર્ડર રીવ્યુ કરવાની જોબ આપવાનું કહ્યું હતું.

શરુઆતમાં તેમની વેબસાઇટ ઉપર જઈને રીવ્યુ કરવાના ટાસ્ક આપ્યા હતાં જેમાં તે વેબસાઇટની લિંક પર પ્રોફિટ બતાવતા હતાં અને રીવ્યુ ઓર્ડર માટે અલગ અલગ ટાસ્ક સ્કિમ મોકલી હતી અને રીવ્યુમાં સબમિટ ઓર્ડર કરવાનુ જણાવીને વેબસાઇટ ઉપર પ્રોફિટ બતાવ્યો હતો અને મને રીવ્યુ ઓડર માટેના ટાસ્ક કમ્પલીટ કરીને સારુ વળતર આપવાના બહાને ટુકડે-ટુકડે 17.12 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.

શરૂઆતમાં મને વિશ્વાસમાં લેવા માટે 52,854 રૂપિયા પરત કરીને મને વિશ્વાસમાં લીધો હતો અને બાકી નિકળતા 16.60 લાખ રૂપિયા આજ દિવસ સુધી પરત કર્યા નથી. જેથી મેં તમામને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments