વડોદરામાં 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર હવસનો શિકાર બનાવી, આરોપીની ધરપકડ

સગીર યુવતીએ પરિવારની સલાહથી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - a-17-year-old-girl-was-repeatedly-raped-by-a-man-promising-her-marriage-the-accused-was-arrested

- આરોપી મુકેશ યાદવ (મૂળ રહે. ઉત્તરપ્રદેશ, હાલ. કરચિયા ગામ વિસ્તાર) છેલ્લા છ મહિનાથી પીડિતા યુવતીને લગ્ન કરવાના સપના બતાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં POCSO એક્ટ હેઠળ એક ગંભીર કેસ નોંધાયો છે. આ કેસમાં 19 વર્ષીય યુવકે લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

આરોપી મુકેશ યાદવ છેલ્લા છ મહિનાથી પીડિતા યુવતીને લગ્ન કરવાના સપના બતાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બંને વચ્ચે છેલ્લા છ મહિનામાં રિલેક્સ ઇન નામની હોટલમાં ત્રણ-ચાર વખત મુલાકાત થઈ હતી અને ત્યાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે લગ્નની વાત આગળ વધી ત્યારે બંને વચ્ચે મતભેદ થતાં યુવતીએ તેના પરિવારની સલાહથી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટની સંબંધિત કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

આરોપી મુકેશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશનો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં જ રહે છે. તે કરચિયા ગામ પાસેના વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. પીડિતા વડોદરા શહેરની જ છે. પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી છે. પોલીસ આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તેમજ અન્ય કોઈ સંડોવણી કે વધુ પુરાવા શોધવાનું કામ ચાલુ રાખ્યું છે.

Share :

Leave a Comments