- મોતીનગરમાં બાકી નાણાંની ઉઘરાણી કરવા આવેલા ભાઈએ ગાળો આપી યુવકને માર માર્યો, હાથ-પગ પર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો
વડોદરાના તરસાલીમાં આવેલા મોતીનગરમાં રહેતા ભાવેશ મુકેશભાઇ પંડ્યાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પગાર જણાવ્યું છે કે મેં મારા નાના ભાઈ વિરલપાસેથી 55 હજાર રૂપિયા લીધા હતા. જે પૈકી 10 હજાર આપી દીધા હતા જ્યારે 45000 રૂપિયા ચૂકવવાના બાકી હતા. ગઈકાલે રાત્રે હું અને મારા પત્ની લારી બંધ કરીને ઓટો રિક્ષા લઇને ઘરે પરત આવ્યા હતા અને ઘરની બહાર રીક્ષામાં બેઠા હતા. તે દરમિયાન મારો ભાઈ વિરલ બાઇક લઈને આવ્યો હતો અને મારી ફેંટ પકડી ગાળો બોલે રૂપિયાની ઉઘરાણી કરી હતી.
અમારા વચ્ચે દર મહિને 5000 રૂપિયા આપવાની વાત હતી પરંતુ મારી પાસે બે મહિનાથી પૈસા ન હોવાથી આપી શકતો ન હતો. મેં તેને કહ્યું કે મારી પાસે હાલમાં પૈસા નથી પણ હું આજના દિવસમાં ગમે તે કરીને પૈસા પાછા આપી દઈશ. ત્યારબાદ હું મારી ફોઈની દીકરી ધારાબેનના ઘરે ઉછીના પૈસા લેવા માટે ગયો હતો તે દરમિયાન વિરલ અને તેની પત્ની આવ્યા હતા અને વિરલે મારી સાથે ઝઘડો કરી ધારીયા વડે મારા પર હુમલો કરતા મને હાથ અને પગ પર ઇજા પહોંચી હતી. અને મને ધમકી આપીને સ્થળ પરથી ભાગી ગયો હતો.


