કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા યુવકની ધરપકડ

વડોદરા જિલ્લા એલસીબીની ટીમે આરોપીને સ્ટેડિયમમાંથી ઝડપ્યો

MailVadodara.com - Youth-arrested-for-betting-online-on-live-cricket-match-at-Kotambi-Stadium

- આરોપી આર્યલેન્ડ તથા યુએઈની મેચ પર સટ્ટો રમતો હતો, બે મોબાઇલ ફોન મળ્યા, એપ્લિકેશનમાં ૧.૮૫ લાખનું બેલેન્સ હતું

કોટંબી સ્ટેડિયમમાં ચાલતી ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઇન સટ્ટો રમતા આરોપીને જિલ્લા એલસીબી એ ઝડપી પાડયો છે. 

વડોદરા જિલ્લા એલસીબીની ટીમને માહિતી મળી હતી કે, સ્ટેડિટમના પૂર્વ વિંગમાં પ્રથમ માળની સીટ પર બેઠેલી વ્યક્તિ ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. તેણે મહેંદી કલરનુ જેકેટ તેમજ બ્લુ કલરનું જીન્સ પહેરેલ છે.પોલીસે તેને ઝડપી પાડી પૂછતા તેણે પોતાનું નામ સાગર ભુલાભાઈ પટેલ (રહે. ગોરવા આ.ટી.આઈ ની સામે વડોદરા) હોવાનુ જણાવ્યું હતું. તેની પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તે આર્યલેન્ડ તથા યુ.એ.ઈ ની મેચમાં ઓનલાઈ ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હતો. તેની પાસેથી પોલીસે બે મોબાઇલ ફોન કબજે કર્યા છે. તેની પાસેની એપ્લિકેશનમાં ૧.૮૫ લાખનું બેલેન્સ હતું.

Share :

Leave a Comments