- સેન્ટીંગનું કામ બંધ કરી નીચે ઉતરતા હતા, તે દરમિયાન અચાનક કડાકા સાથે વીજળી પડી હતી
- તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડ્યો
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ પંમ્પિંગ સ્ટેશન પર ચાલી રહેલા કામ દરમિયાન વીજળી પડતાં 65 વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ ગત સમી સાંજે અચાનક આવેલા વાતાવરણ બાદ વીજળી પડતા આધેડનું મોત નીપજ્યું છે. આ બનાવને લઈ પરિવારમાં શોકનુ મોજું ફરી વળી છે.
વડોદરા શહેરના ભાયલી ગામની સીમમાં આવેલા વીએમસી પંપિંગ સ્ટેશન પાસે સોમાભાઈ સવજીભાઈ બારીયા (ઉંમર વર્ષ 65 રહે, ભાઈલી ગામની સીમમાં, મૂળ રહે. પાદેડી ગામ, બળીયા ઘોડા ફળિયુ, સીમલીયા, ઘોઘંબા, પંચમહાલ) કે જેઓ ગતરોજ સાંજે સેન્ટીંગનું કામ બંધ કરીને નીચે ઉતરતા હતા, તે દરમિયાન અચાનક જ કડાકા સાથે વીજળી પડતા ગંભીર રીતે દાજી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવને લઈ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક આધેડનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ અંગે મૃતકના પુત્ર નટુભાઈએ જણાવ્યું હતું કે, સળિયા કામ પૂરું કર્યું અને આવતા અચાનક વીજળી પડી અને ઝટકા લાગતા મારા પિતા પડી ગયા હતાં. અમને કઈ ખબર જ ન પડી. તેઓની ઉપર વીજળી પડતા તેઓ પડી ગયા અને પછી નીચે ઉતર્યા હતા.


