ગોત્રી-સેવાસી રોડ પર નવી બંધાતી સાઇટના ૧૦મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત

મૂળ યુપીના ૨૯ વર્ષના નંદલાલ જીતુભાઇ આજે યુનિટી સેફાયરની સાઇટ પર કામ કરતા હતા

MailVadodara.com - Worker-dies-after-falling-from-10th-floor-of-new-construction-site-on-Gotri-Sevasi-road

- મૃતકના પરિવારજનો યુપીથી આવવાના હોઇ મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકાયો

શહેરના ગોત્રી-સેવાસી રોડ પર નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત થયું છે. સેફ્ટીની તકેદારી રાખવામાં આવી હતી કે કેમ, તે અંગે હજી પોલીસે તપાસ કરી નથી.

વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ પર યુનિટી સેફાયરની નવી બંધાતી સાઇટ પર મૂળ યુ.પી.નો ૨૯ વર્ષનો નંદલાલ જીતુભાઇ આજે સાઇટ પર કામ કરતો હતો. તે દરમિયાન સવારે સાડા દશ વાગ્યે ૧૦મા માળે કામ કરતા સમયે નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનો યુ.પી.થી આવવાના હોઇ તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે. સાઇટ પર સેફ્ટીના સાધનો હતો કે કેમ ? નેટ બાંધી હતી કે કેમ ? તે અંગે બનાવના ૧૦ કલાક પછી પણ પોલીસે તપાસ કરી નથી. પોલીસનું કહેવું છે કે, અમે પી.એમ. કરાવવામાં વ્યસ્ત હોઇ તપાસ થઇ શકી નથી.

Share :

Leave a Comments