ડભોઇ ચોતરીયાપીર કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે મોત

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગે તિલકવાડા ડભોઇ રોડ અકસ્માતની ઘટના બની

MailVadodara.com - Woman-dies-on-the-spot-after-being-hit-by-unknown-vehicle-near-Dabhoi-Chotriyapir-Canal-due-to-serious-injuries

- ડભોઇ પોલીસે મહિલાના મૃતદેહને ડભોઇ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

- હાલ પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા

વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વડોદરાના ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડભોઇ પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગે તિલકવાડા ડભોઇ રોડ ચોતરીયાપીર કેનાલ પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાઓ પામતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માતમાં વડોદરાના ડભોઇના ટાઉન ચોતરીયાપીર કેનાલ પાસે આવેલ શિવાભાઈ રબારીના કુવા ઉપર રહેતા અને મૂળ રહે કેલહરી, અલીરાજપુર (એમ.પી) ની મહિલા નુરલીબેન હબુરીયાઇ છગનભાઇ (ઉમર વર્ષે 55)ને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી કામગીરી હાથ ધરી છે.

આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજતા મૃતક મહિલાના મૃતદેહને ડભોઇ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ડભોઇ પોલીસે મૃતક મહિલાને ટક્કર મારનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments