હોટલ-ગૂગલ મૅપને રેટિંગ આપવાની પાર્ટટાઈમ જોબના નામે મહિલા સાથે 31.61 લાખની ઠગાઈ

ગોત્રી વિસ્તારમાં રહેતા વ્યવસાયિક મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Woman-cheated-of-Rs-31-61-lakh-in-the-name-of-part-time-job-of-rating-hotels-and-Google-Maps

- શરૂઆતમાં રેટિંગ આપવાની કામગીરી માટે 20 હજાર ચૂકવ્યા બાદ ખેલ પાડ્યો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા વ્યવસાયિક મહિલા સાથે હોટલ અને ગૂગલ મૅપને રેટિંગ આપવાની પાર્ટટાઈમ જોબના નામે ઠગ ટોળકીએ 31.61 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. મહિલાએ આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી રોડ પર મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પ્રાઇવેટ કંપની ચલાવું છું. ગત 25 મેના રોજ મે ઈન્સ્ટાગ્રામ પર વર્ક ફોમ હોમની જાહેરાત જોઈ હતી, જે ક્લિક કરી મેં મારું નામ મોબાઈલ નંબર સહિતની ડિટેઈલ ભરી હતી. ત્યારબાદ મને સાયબર માફિયા ટોળકીનો વોટ્સએપ પર એવો મેસેજ મળ્યો હતો કે એક પાર્ટ ટાઈમ જોબ છે, જેમાં તમારે હોટલ અને ગુગલ મેપ પર ફાઈવ સ્ટાર રેટીંગ આપવાના રહેશે.

ત્યારબાદ મને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરીને મારી પાસેથી બેંક ખાતા સહિતની વિગતો મોલકીને એક ટાસ્ટ આપ્યો હતો જે પુરો કરીને ટેલિગ્રામમાં મોકલેલી લીંક પર મોકલતા મારા બેંક ખાતામાં 180 રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ મને બીજા ટાસ્ક કરીને વધુ પૈસા કમાવવા માંગો છો ? તેવું મેસેજમાં પુછતાં મે હાં પાડી હતી અને મને ટેલિગ્રામ લીંક મોકલી તેમાં રોજના 20 ટાસ્ક પુરા કરવા કહ્યું હતું અને તેના પેટે 20710 રૂપિયાની સેલેરી આપ્યા હતા.

મને વિશ્વાસ આવતા મે રોજના 10 હજાર કમાવવા માંગીએ છે તેવો મેસેજ મોકલતાં મને ઈન્વેસ્ટ કરીને વધુ નાણાં કમાવવાની વિવિધ સ્કીમ આપી હતી. ઠગ ટોળકીએ મને અલગ અલગ બેંક ખાતા નંબર મોકલ્યા હતા જેમાં મે ગત ૨૭થી ૨૯મી મે દરમિયાન 31.61 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મેં મારા નાણાં વીડ્રો કરવાનો પ્રયાસ કરતાં નાણાં વીડ્રો થયા નહોંતા અને ઠગ ટોળકીએ મારા નાણાં પરત જોઈતા હોય તો ટેક્સ પેટે ૧૪ લાખ ભરવા પડશે તેમ જણાવ્યું હતું.

આ દરમિયાન મારા પિતાને આ વિગતોની જાણ થયાં તેમણે ફરિયાદ કરવા કહ્યું હતુ અને મે સાયબર ક્રાઈમ ટોલ ફ્રી નંબર 1930 પર અરજી કરી હતી. આ ફરિયાદના પગલે પોલીસે ઠગ ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments