આજવા રોડ પર વિદેશી દારૂનો જથ્થો રાખનાર મહિલા ઝડપાઈ, 534 બોટલ કબજે કરાઇ

નેહરુચાચા નગરમાં દરોડા દરમિયાન પોલીસને દારૂનો જથ્થો મળ્યો

MailVadodara.com - Woman-caught-carrying-foreign-liquor-on-Ajwa-Road-534-bottles-seized

- દારૂ સપ્લાય કરનાર અજય અને જેડી નામના શખ્સોની શોધખોળ શરૂ

આજવા રોડ પર વિદેશી દારૂનો ધંધો કરતી મહિલા પાસેથી પોલીસે દારૂની ૫૩૪ બોટલ સહિત ૯૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આજવારોડ નેહરૂચાચા નગરમાં રહેતા મીનાબેન ગોદડીયાએ પોતાના ઘરે વેિદેશી દારૂનો જથ્થો મંગાવી આજુબાજુ સંતાડી રાખ્યો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોકત ્સ્થળે રેડ પાડતા મીનાબેન મળી આવ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની ૫૩૪ બોટલ કિંમત રૂપિયા ૮૯,૨૧૨ ની કબજે કરી હતી. આ દારૂ અજય નામનો શખ્સ આપી ગયો હતો. જ્યારે દારૂ લઇ આવનાર જે.ડી. નામનો શખ્સ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments