ગોત્રી GMERS ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચોરી કરવા રેકી કરી રહેલી મહિલા ધરપકડ, રૂા.2 લાખના દાગીના જપ્ત

રાજકોટ અને દિલ્હીની બે ચોરીનો ભેદ ઉકેલાયો, ગોરવા પોલીસે મહિલાની ઝડપી પાડી

MailVadodara.com - Woman-arrested-for-planning-to-steal-at-Gotri-GMERS-Girls-Hostel-jewellery-worth-Rs-2-lakh-seized

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે રાજકોટ તથા દિલ્હી ખાતે થયેલી ઘરફોડ ચોરીના બે ગુનામાં સંડોવાયેલ મહિલાને વડોદરાથી ઝડપી પાડી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની ગોત્રી GMERS ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચોરી કરવા માટે મહિલા રેકી કરી રહી હતી, તે સમયે ઝડપાઈ ગઈ હતી.

વડોદરા શહેરની ગોત્રી GMERS ગર્લ્સ હોસ્ટેલ ખાતે એક મહિલા રેકી કરી રહી હતી અને મોકો મળતાં જ ચોરી કરવાની તૈયારીમાં હતી. આ મહિલા કાળા રંગનું ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલું હતું તથા ગળામાં ગુલાબી રંગનો દુપટ્ટો બાંધેલો હતો. આ વર્ણનના આધારે ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ મહિલાને ઝડપી લીધી હતી.


આરોપી મહિલા દીપ્તિ દિનેશસિંઘ સિંઘ (ઉંમર 30 વર્ષ, બ્લોક-ઈ, મકાન નંબર 142, સાઉથ સિટી કોલોની, લખનઉ, ઉત્તર પ્રદેશ)ની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે, તેણે રાજકોટ શહેરના પ્રધ્યુમ્ન પોલીસ સ્ટેશન અને 10 દિવસ પહેલાં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પણ ચોરી કરી હતી. ગોરવા પોલીસે 2 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે અને પોલીસે મહિલા આરોપીને રાજકોટ અને દિલ્હી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments