જાંબુવામાંથી ગાડીની નીચેથી 2 ફૂટના મગરના બચ્ચાનું સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ટીમે રેસ્ક્યૂ કર્યું

'અમારી ગાડી નીચે એક મગરનું બચ્ચું દેખાયું છે' તેવો સન ગોલ્ડ સોસાયટીમાંથી કોલ આવ્યો હતો

MailVadodara.com - Wildlife-Trust-team-rescues-2-foot-baby-crocodile-from-under-car-in-Jambuwa

- મગરના બચ્ચાને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપતા વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરાયો


વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં ગાડીની નીચે મગર આવી ગયો હતો. જેને પગલે આસપાસના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. કોલ મળતાની સાથે જ સેવ વાઇલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગ સાથે લઈ ગયું હતું. ત્યાર બાદ મગરને તેના સુરક્ષિત સ્થળ વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.


વડોદરાના સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના સંદીપ સિંહે જણાવ્યું હતું કે, આજે અમારી સંસ્થા સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના પ્રમુખ સંદિપ સિંઘ પર જાંબુવા વિસ્તારમાં આવેલી સન ગોલ્ડ સોસાયટીમાંથી વિશાલભાઈનો કોલ આવ્યો હતો. અમારી ગાડી નીચે એક મગરનું બચ્ચું દેખાયું છે, ત્યાર બાદ અમારી ટીમના વોલેન્ટીયર્સ હરિકિશન, તપન સાધુ, અને પ્રિન્સ ઠાકોર સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ કરતા 2 ફૂટનું મગરનું ગાડીની નીચે બેઠું હતું, ત્યાર બાદ અમે વન વિભાગના જીગ્નેશભાઈને સાથે રાખીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજ રીતે તમારા રહેણાક વિસ્તારમાં કોઈપણ વન્યજીવ દેખાય જેમ કે સાપ, મગર, અજગર, દીપડો જેવા તો અમારી સંસ્થા સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો.

Share :

Leave a Comments