મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વધુ બે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

આગામી દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

MailVadodara.com - Western-Railway-will-run-two-more-weekly-special-trains-for-the-convenience-of-passengers

આગામી દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે વધુ બે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વલસાડ-હિસાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બપોરે ૨.૫૦ કલાકે વલસાડથી ઉપડશે અને બીજા દિવસે બપોરે ૨.૦૫ કલાકે હિસાર પહોંચશે. આ ટ્રેન ૧૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી દોડશે. બાંદ્રા ટર્મિનસ-જયપુર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બપોરે ૨ઃ૪૦ ક્લાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૫૦ કલાકે જયપુર પહોંચશે. આ ટ્રેન ૧૬થી ૩૦ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

Share :

Leave a Comments