- પ્રતાપનગરથી દર ગુરુવારે ઉપડશે, પરત ટ્રેન કોલકાતાથી દર મંગળવારે રવાના થશે
- ગોધરા, રતલામ, કોટા, પ્રયાગરાજ, ગયા અને આસનસોલ સહિતના સ્ટેશનોનો સમાવેશ થશે
મુસાફરોની સુવિધા અને તહેવારો દરમિયાન વધતી મુસાફરોની ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર-કોલકાતા વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 03110 પ્રતાપનગર-કોલકાતા સ્પેશિયલ દર ગુરુવારે વડોદરાથી સાંજે 4.15 કલાકે ઉપડશે અને શનિવારે બપોરે 12.05 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી દોડશે. પરત ફરતી ટ્રેન નંબર 03109 કોલકાતા-પ્રતાપનગર સ્પેશિયલ દર મંગળવારે સવારે 8 વાગ્યે કોલકાતાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11.40 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી રહેશે.
બંને દિશામાં આ ટ્રેન વડોદરા, ગોધરા, રતલામ, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુરાગ નારાયણ રોડ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિઉલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર અને બર્ધમાન સ્ટેશનો પર રોકાશે.


