લાલબાગ ટાંકીના નેટવર્ક જોડાણને પગલે 12 અને 13 ઓક્ટોબરે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

લાલબાગ ટાંકીના નેટવર્ક જોડાણની કામગીરીથી બે દિવસ પાણી વિતરણમાં ફેરફાર

MailVadodara.com - Water-supply-will-remain-suspended-in-several-areas-on-October-12-and-13-due-to-network-connection-work-at-the-Lalbaug-tank

- જગન્નાથપુરમ, માંજલપુર અને વિશ્વામિત્રીમાં સાંજના બદલે બપોરે 12.30થી 1.30 વાગ્યે પાણી મળશે

- નવાપુરા, સિંઘવાઈમાતા રોડ, બરોડા ડેરી અને કુંભારવાડામાં પણ પાણી બંધ રહેશે, દંતેશ્વરમાં બપોરે 2થી 3 વાગ્યે વિતરણ થશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બનાવાયેલી લાલબાગ ટાંકીના વિતરણ નેટવર્કને હયાત મુખ્ય નેટવર્ક સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 12 અને 13 ઓક્ટોબરના રોજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નિયત સમય કરતાં અલગ સમયે પાણી આપવામાં આવશે.

12 ઓક્ટોબરના રોજ બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન દંતેશ્વર અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાણી આપવામાં આવશે નહીં. જ્યારે સાંજે 6થી 7 વાગ્યાના બદલે જગન્નાથપુરમ, માંજલપુર અને વિશ્વામિત્રી તરફના ઝોનમાં બપોરે 12.30થી 1.30 વાગ્યા દરમિયાન પાણી વિતરણ કરવામાં આવશે. તેવી જ રીતે, 13 ઓક્ટોબરના રોજ સવારે 5થી 6 વાગ્યા દરમિયાન દીપ ચેમ્બર્સ અને તુલસીધામ, માંજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવશે નહીં. સવારે 7થી 8 વાગ્યા દરમિયાન એસઆરપી પોલીસ લાઇન અને નવાપુરા વિસ્તારમાં તેમજ સવારે 8.30થી 9.30 વાગ્યા દરમિયાન સિંઘવાઈમાતા રોડ, બરોડા ડેરી અને કુંભારવાડા ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત, દંતેશ્વર અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બપોરે 1થી 2 વાગ્યાના બદલે બપોરે 2થી 3 વાગ્યા દરમિયાન પાણી આપવામાં આવશે.

Share :

Leave a Comments