ગોત્રી હરીનગર પ્રથમ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં રસ્તાઓ પર રેલમછેલ

ખોદકામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રસ્તાઓ ઉપર વહી ગયું

MailVadodara.com - Water-lines-break-near-Gotri-Harinagar-first-intersection-causing-traffic-jams-on-roads

- અધિકારીઓ જોવા ન આવતા હોવાના આક્ષેપો; પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આ લાઇનથી પાણી મેળવતી 25 જેટલી સોસાયટીના લોકોને પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો

વડોદરા શહેરના ગોત્રી હરીનગર પ્રથમ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રસ્તા ઉપર પાણીની રેલમછેલ થઇ હતી. ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇનમા ભંગાણ સર્જાતા આ લાઇનથી પાણી મેળવતી 25 જેટલી સોસાયટીના લોકોને પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો હતો.

મળેલી વડોદરા મહાનગર પાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રસ્તાઓ ઉપર વહી ગયું હતું. પાણીની રેલમછેલથી રસ્તાઓ ઉપર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.


વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદીયાએ જણાવ્યું હતું કે, પ્રથમ ચાર રસ્તા પાસે છેલ્લા દોઢ માસથી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ કામગીરી કોન્ટ્રાક્ટરના ભરોસે ચાલી રહ્યો છે. પાલિકાના જવાબદાર અધિકારીઓ જોવા સુધ્ધાં આવતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાણીની લાઇનમાં ભંગાણ થવાના કારણે 25 જેટલી સોસાયટીના લોકોને પાણી વગર વલખાં મારવાંનો વખત આવ્યો છે. સાથે લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પાણી ભરાઇ જતાં અકસ્માતોની ઘટનાઓ બનવાની શરૂઆત થઇ ગઇ હતી. વહેલીતકે પાણીની લાઇનનું સમારકામ કરવા માંગ કરી છે.

Share :

Leave a Comments