વડોદરા શહેરનો વોર્ડ નં. 8 ઝળહળ્યો.. સ્વેજલ વ્યાસના દીવા સાથે નવી આશાની દિવાળી

અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસ ને નાગરિકો તરફથી અદભુત અને ઉત્સાહી આવકાર મળ્યો

MailVadodara.com - Ward-No-8-of-Vadodara-city-lit-up-Diwali-of-new-hope-with-Swajal-Vyas-lamps

- શહેરમાં નવી આશા અને નવા કિરણ સાથે સ્વેજલ વ્યાસ દ્વારા 2 લાખ દીવા નું ઘરે ઘરે વિતરણ કરાયું, સાથે 3000 મીઠાઈ બોક્સ અને હોર્ડિંગ દ્વારા દિવાળી ની શુભેચ્છા પાઠવી


દિવાળી ના પાવન પર્વ નિમિતે વોર્ડ નં. 8 માં અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસ ને નાગરિકો તરફથી અદભુત અને ઉત્સાહી આવકાર મળ્યો.

શહેરમાં નવી આશા અને નવા કિરણ સાથે સ્વેજલ વ્યાસ દ્વારા 2 લાખ દીવા નું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું, સાથે 3000 મીઠાઈ બોક્સ અને હોર્ડિંગ દ્વારા દિવાળી ની શુભેચ્છા પાઠવવામાં આવી.


સ્વેજલ વ્યાસના શબ્દોમાં... આ ફક્ત દિવા નથી આ એ જ્યોત છે  જે વડોદરા ને ન્યાય, હક અને અધિકાર અપાવશે. આ દિવા વડોદરાના વિકાસના અંધકારને દૂર કરી શહેરને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રકાશિત કરશે. વિસ્તારના 3000 આગેવાનોને ખાસ ચોખા-ઘી ની મીઠાઈ રૂપે દિવાળી ની ભેટ આપવામાં આવી, જેને સહુએ દિલથી સ્વીકારી. દરેક સોસાયટી અને મંડળ દ્વારા પોતાના સ્તરે દિવાળી શુભેચ્છા હોર્ડિંગ લગાવીને સ્વેજલ વ્યાસ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કર્યો.

લોકોમાં નવો ઉમંગ અને દ્રઢ સંકલ્પ જાગ્યો કે હવે વડોદરાને જરૂર છે નિર્ભય, નિડર અને જાગૃત યુવા નેતા જેવી વ્યક્તિની  અને એ આશા સ્વેજલ વ્યાસમાં દેખાઈ રહી છે.


લોકો રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી કોર્પોરેશનની ગેરવહીવટી સમસ્યાઓથી કંટાળેલા છે, અને હવે પરિવર્તન માટે સ્વયંભૂ રીતે સ્વેજલ વ્યાસના સમર્થનમાં આગળ આવી રહ્યા છે.

તે દરમિયાન સ્વેજલ વ્યાસ પરંપરા મુજબ આ વર્ષે પણ કેદારનાથ મંદિરના શણગાર માટે ઉત્તરાખંડ ખાતે રહ્યા, છતાં તેમના કાર્યકર્તાઓ અને યુવાનોના ઉત્સાહમાં કોઈ ઘટાડો ન આવ્યો.


યુવાનો એ પોતે જ સ્વેજલ વ્યાસ બનીને દરેક ઘર સુધી સંપર્ક કર્યો અને જીતાડવાની જવાબદારી પોતાના ખભે લીધી.


સ્વેજલ વ્યાસએ અંતમાં કહ્યું, હું વોર્ડ નં. 8 ના તમામ મંડળો, સોસાયટીઓ અને આગેવાનોનો દિલથી આભારી છું. એક પણ રૂપિયાની અપેક્ષા વિના આપેલો પ્રેમ, સહકાર અને વિશ્વાસ મારા માટે સૌથી મોટી શક્તિ છે. આવનાર પાંચ વર્ષ હું આપ સૌ માટે ઢાલની જેમ ઉભો રહીશ. વોર્ડ 8 માં હવે ફક્ત દીવા નહિ  બદલાવની જ્યોત પ્રજ્વલિત થઈ ચૂકી છે!


Share :

Leave a Comments