- રૂ.10 લાખની કાર સહિત કુલ રૂપિયા 12.62 લાખનો મુદ્દામાલ કબજે સાથે એક ઝડપાયો
વાઘોડિયા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલને બાતમી મળતા બાકરોલ ગામના નાકા પાસે વોચ ગોઠવી હતી.
![]()
બાતમીવાળી સફેદ ક્રેટા ગાડી આવતા પોલીસે તેને કોર્ડન કરી રોકી. ગાડીના ચાલક સાગરભાઈ બિપીનભાઈ ભાલીયા (ઉં.વ. 27, રહે. બાકરોલ ગામ, નવીનગરી, તા. વાઘોડિયા, જિ. વડોદરા) ને ઝડપી પાડ્યો. પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીની પાછળની બાજુ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર અને બિયરનો જથ્થો મળ્યો. આ દારૂ બાકરોલથી ભરી વડોદરા શહેર તરફ લઈ જવાઈ રહ્યો હતો.
![]()
ગાડીની ડીકીમાંથી વિદેશી દારૂની કુલ 1026 નંગ બોટલો અને બિયરના ટીન જપ્ત કરાયા, જેની કિંમત 2,62,338 રૂપિયા છે. 10,00,000 રૂપિયાની ક્રેટા ગાડી પણ જપ્ત કરાઈ. કુલ 12,62,338 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


