વાકો ગુજરાતે પ્રેસિડેન્ટ કપ 2025 સાથે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સ્થાપ્યો

MailVadodara.com - WACO-Gujarat-sets-an-important-milestone-with-Presidents-Cup-2025

વાકો ગુજરાતે 18 જાન્યુઆરી 2026ના રોજ વડોદરા, ગુજરાત ખાતે આવેલા સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેસિડેન્ટ કપ 2025 (ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ)નું સફળ આયોજન કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો. આ ભવ્ય ચેમ્પિયનશિપ દ્વારા વાકો ગુજરાતે સતત 5મા વર્ષે ઉચ્ચ સ્તરે ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું, જેના કારણે રાજ્યમાં કિકબોક્સિંગ રમતના વિકાસ અને વિસ્તારને વધુ બળ મળ્યું.

આ ચેમ્પિયનશિપમાં આશરે 150 ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટ્સ અને વજન વર્ગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વડોદરા, વલસાડ, બનાસકાંઠા, જુનાગઢ, સુરત, ભરુચ અને પંચમહાલ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી, જેના કારણે સ્પર્ધા અત્યંત રોમાંચક અને જીવંત બની


આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિએ શોભા વધારી જેમાં શ્રી અરુણ મહેશ બાબુ (VMC કમિશનર અને IAS અધિકારી), શ્રી દિનેશ કદમ (ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર, વડોદરા), ડૉ. વિજય શાહ (પૂર્વ પ્રમુખ BJP વડોદરા) ડૉ. અજય રંકા (MD અને ચેરમેન, ઝાઈડક્સ ઈન્ડસ્ટ્રીઝ), ડૉ. નેહા (વૈશ્વી હોસ્પિટલ), આરજે લજ્જા (એન્કર અને રેડિયો જોકી) શ્રી મનીષ વાઘ (સભ્ય, વાકો ગુજરાત) એડવોકેટ હાર્દિક શાહ (ચેરમેન વાકો ગુજરાત લીગલ કમિટી) અને CA નયન કોઠારી (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, વાકો ગુજરાત)નો સમાવેશ થાય છે તેમની ઉપસ્થિતિએ ખેલાડીઓ અને આયોજકોને વિશેષ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરું પાડ્યો


વાકો ગુજરાતે કાર્યક્રમના તમામ સમર્થકો અને સહયોગીઓને તેમના સતત સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમાં શ્રી વંશરાજ જાડેજા (દેવ શક્તિ સિક્યુરિટી), અમીન ખાન (પ્રખ્યાત ફેશન ડિઝાઈનર), ડૉ પવન રોય (ડિવાઇન હાર્ટ ક્લિનિક), મહાકાળી સેવ ઉસળ અને વૈશ્વી હોસ્પિટલનો સમાવેશ થાય છે, જેમણે આ કાર્યક્રમમાં મેડિકલ પાર્ટનર તરીકે સેવાઓ આપી.


ચેમ્પિયનશિપનું સમાપન ઉત્સાહજનક નોંધ પર થયું. જેમાં વડોદરાએ સૌથી વધુ મેડલ જીતીને પ્રથમ સ્થાનની ટીમ ટ્રોફી મેળવી. વલસાડ રનર-અપ તરીકે રહ્યું. જ્યારે પંચમહાલે ત્રીજા સ્થાનની ટીમ ટ્રોફી પ્રાપ્ત કરી.


સ્પર્ધા દરમિયાન અનેક ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યા. વિશેષ કુશળતા અને સતત પ્રદર્શન કરનારા ખેલાડીઓને ગ્રાન્ડ પોઇન્ટ ફાઈટ ચેમ્પિયન ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત, પોઇન્ટ ફાઈટ ટીમ ઇવેન્ટ (ગર્લ્સ)ના વિજેતાઓએ પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું જે કિકબોક્સિંગમાં મહિલાઓની વધતી શક્તિ અને ભાગીદારીને દર્શાવે છે.


પ્રેસિડેન્ટ કપ 2025નું સફળ આયોજન ફરી એકવાર વાકો ગુજરાતની ગ્રાસરૂટથી લઈને સ્પર્ધાત્મક સ્તર સુધી કિકબોક્સિંગને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રગટ કરે છે, તેમજ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા. વિકાસ કરવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સફળતા તરફ આગળ વધવા માટે મજબૂત મંચ પૂરો પાડે છે.


Share :

Leave a Comments