વડોદરા ગ્રામ પંચાયતોમાં કાલે મતદાન, કર્મચારી અને શ્રમિકોને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે!!

કાલે તા.22/6/2025ના વડોદરા જિલ્લાની 299 જેટલી ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે

MailVadodara.com - Voting-in-Vadodara-Gram-Panchayats-tomorrow-employees-and-laborers-will-have-to-be-given-paid-leave-for-voting

- મતદાનના દિવસે રજા ન મળે તો તે કિસ્સામાં નાયબ શ્રમ આયુક્તનો સંપર્ક કરવા સૂચના

આગામી તા. 22/06/2025 ને રવિવારના રોજ વડોદરા જિલ્લાની 299 જેટલી ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાનાર છે. ત્યારે જે-તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-2019 હેઠળ નોંધાયલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજી/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા, નાયબ શ્રમ આયુક્ત તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઇઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં નાયબ શ્રમ આયુક્તની કચેરી (સી-બ્લોક, નર્મદાભવન, પાંચમો માળ, જેલ રોડ, વડોદરા, ફોન નં. 02652424576/185નો સંપર્ક સાધવાનો રહેશે.

Share :

Leave a Comments