વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણાનું કામ શરૂ, આખરી પ્રસિદ્ધિ આગામી ૭ ફેબ્રુઆરીએ કરાશે

૧ જાન્યુઆરી ૨૦૨૬ના સંદર્ભમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ ચૂંટણી પંચ દ્વારા જાહેર

MailVadodara.com - Voter-list-revision-work-begins-in-Vadodara-district-final-publication-will-be-done-on-February-7

- આ કાર્યક્રમ દરમિયાન મૃત્યુ પામનાર, કાયમી સ્થાળાંતરિત અને ડૂપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે

વડોદરા જિલ્લામાં ૧ લી જાન્યુઆરી ૨૦૨૬ના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા કાર્યક્રમની શરૂઆત થઇ છે.   

વડોદરા જિલ્લાના બૂથ લેવલ ઓફિસર દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં તા.૨૭/૧૦/૨૦૨૫ના મતદાર યાદીના આધારે ગણતરી ફોર્મ દરેક મતદારોના ઘરે જઈ વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહીં આવે તો ત્રણ વખત મુલાકાત લેવાશે. આ કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરિત અને ડૂપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે. વૃદ્ધો, બીમાર, દિવ્યાંગ અને નબળા વર્ગના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવશે.

મુસદ્દારૂપ મતદારયાદીની પ્રસિદ્ધિ તા.૦૯/૧૨/૨૦૨૫ (મંગળવાર)ના રોજ કરવામાં આવશે તથા હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.૦૯/૧૨/૨૦૨૫ (મંગળવાર)થી ૦૮/૦૧/૨૦૨૬ (ગુરુવાર) સુધીનો રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૦૭/૦૨/૨૦૨૬માં ના રોજ કરવામાં આવશે.

Share :

Leave a Comments