વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા હિસ્ટ્રીશીટરો અને બિચ્છુ ગેંગના સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી રાઉન્ડ અપ કરવા માંગ કરી

ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી મુદ્દે એડવોકેટ શૈલેષ અમીને ઉઠાવ્યા સવાલ

MailVadodara.com - Vishwamitri-Rescue-Committee-files-police-complaint-against-history-sheeters-and-Bicchu-gang-members-demands-round-up

- ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધાક-ધમકી ફેલાવતા તત્વો સક્રિય હોવાનો આક્ષેપ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે કડક કાર્યવાહી જરૂરી ગણાવી

વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવણી, ભારતીય બંધારણ માં મળેલા નાગરીકો ના અધિકારોના રક્ષણ માટે પ્રસ્થાપિત કાયદા ને આધીન ચુંટણી પ્રક્રિયા યોજાય તે માટે બિનરાજકીય રીતે રજૂઆત કરતા આવેલા છીએ.

હાલ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ની સામાન્ય ચુંટણી ૨૦૨૬ ની પ્રક્રિયા ચાલી રહી છે અને આજે ચુંટણી પ્રચાર નો છેલ્લો દિવસ છે ત્યારે અમારા ધ્યાને આવેલું છે કે વડોદરા માં મુક્ત અને ન્યાયિક ચુંટણી યોજાવી ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી ધાક-ધમકી, મારામારી, અફડાતફડી સર્જે તેવા હિસ્ટ્રીશીટરો ખુલ્લે આમ ફરી રહ્યા છે.  અમારા ધ્યાને તો એમ પણ આવ્યું છે કે વડોદરા માં આતંક ફેલાવતી બિચ્છુ ગેંગ ના કેટલાક સભ્યો ખુલ્લે આમ ચુંટણી પ્રચાર માં ભાગ લઇ રહ્યા છે.  ગત ગણેશ ચતુર્થી સમયે ગણેશજી ની પ્રતિમા ઉપર ઇન્ડા ફેકી ને હિન્દુઓની લાગણી દુભાવી કોમી તોફાનો થાય તેવા પ્રયાસો કરનાર, ચોક્કસ રાજકીય નેતાઓ સાથે ઘરોબો રાખતા કોઈ માફિયા ગેંગ ના માથાભારે હિસ્ટ્રીશીટર લોકો જયારે ખુલ્લે આમ ફરતા હોય તો મુક્ત અને ન્યાયિક ચુંટણી શક્ય જ નથી રહેતી.

વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ની સામાન્ય ચુંટણી ૨૦૨૬ મુક્ત અને ન્યાયિક મતદાન સાથે યોજવાનો ઈરાદો હોય તો તમામ હિસ્ટ્રીશીટરો ને પોલીસે રાઉન્ડ અપ કરી લેવા તેવી રાજ્ય ચુંટણી આયોગે સુચના આપવી જોઈએ અને વર્ષો થી ચુંટણીઓ દરમ્યાન જેમ હિસ્ટ્રીશીટર લોકો ને રાઉન્ડ અપ કરવામાં આવતા હતા તેમ આ વખતે જયારે આજે ચુંટણી પ્રચાર નો છેલ્લો દિવસ સુધી આવી ગયા ત્યાં સુધી હજુ તમામ હિસ્ટ્રીશીટરો ખુલ્લે આમ ફરી રહ્યા છે જે ખુબ આશ્ચર્યજનક તો છે પણ રાજ્ય ચુંટણી આયોગ નો ઈરાદો યોગ્ય જણાતો નથી.

અમારી માંગ છે કે ગણેશજી ની પ્રતિમા ઉપર ઇન્ડા ફેકનાર આરોપીઓ સહીત બિચ્છુ ગેંગ ના સભ્યો અને વડોદરા ના તમામ હિસ્ટ્રીશીટરો ને રાઉન્ડ અપ કરી ને મુક્ત અને ન્યાયિક ચુંટણી યોજાય તેવું પ્રાવધાન કરવું.

Share :

Leave a Comments