મતદારોની મૂળ યાદી શોધી અટપટી SIRની પ્રક્રિયા સરળ કરવા વિશ્વામિત્રી બચાવો સમિતિની માંગણી

SIR નોધણી માટે પાયો ગણાવેલી દર્શાવેલ ૨૦૦૨ની મતદાર યાદી, ચેડાં કરેલી અને ક્ષતિગ્રસ્ત

MailVadodara.com - Vishwamitri-Bachao-Samiti-demands-to-simplify-the-process-of-finding-the-original-list-of-voters-and-filing-the-SIR

- સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન (SIR) ની ચાલી રહેલી સમગ્ર પ્રક્રિયા બિલકુલ અસ્પષ્ટ અને અટપટી હોઈ, નાગરીકો પોતાનો બંધારણીય મતાધિકાર છીનવાઈ જશે તેવી આશંકા થી વારંવાર બુથ લેવલ ઓફિસર (BLO) પાસે ધક્કા ખાઈ રહ્યા છે

વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે, ૨૪ વર્ષે એકાએક જાગેલા ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદી ને આધાર બનાવી ને સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન ની પ્રક્રિયા હાથ ધરેલ છે. લોકસભા-વિધાનસભા ચુંટણીઓમાં સીમાંકન અને અનામત બેઠકો ની ફાળવણી નો મૂળ આધાર ભારત સરકારની છેલ્લી વસ્તી ગણતરી હોય છે સન ૨૦૧૧ ની વસ્તી ગણતરી બાદ ૨૦૨૧માં કરવાની થતી વસ્તી ગણતરી સરકારે કરેલ્લ નથી. જેથી હાલ ૨૦૨૫ માં પણ વસ્તી ગણતરી નો આધાર ૨૦૧૧ ની વસ્તી ગણતરી છે. હવે જયારે હાલની ચાલી રહેલી SIR ની પ્રક્રિયા ૨૦૦૨ માં થયેલા SIR પર આધારિત છે અને ૨૦૦૨ ની સ્થિતિ દર્શાવતી હાલ પ્રકાશિત કરેલ ૨૦૦૨ ની SIR યાદી બિલકુલ ખોટી, ક્ષતિ ભરેલી અને ચેડા કરેલી જણાય છે. કેટલાય સીનીયર સીટીઝન નાગરીકોએ આજ દિવસ સુધી માં આવેલ તમામ લોકસભા- વિધાનસભા ની દરેક ચુંટણી માં પોતાનો બંધારણીય મતાધિકાર વાપર્યો છે અને આજ સુધીની તમામ ચુંટણીઓમાં પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદી માં પોતાનું નામ એકજ સ્થળે દરશાવતા આવેલા છે અને ચુંટણી વિભાગે હાલ જાહેર કરેલી ૨૦૦૨ ની યાદી માં નામ નથી તે સદંતર માની શકાય તેમ નથી. 

હાલ ચાલી રહેલી સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન ની પ્રક્રિયા માં જે પ્રમાણે BLO ને આપેલ મોબાઈલ એપ્લીકેશન મુજબ તો દરેક ઘરે જઈ ને ફોર્મ ભરાવી, પોતાના મોબાઈલ થી મતદાર નો ફોટો પાડી ને અપલોડ કરવાનું હોય છે કારણકે મતદારનો હાલની સ્થિતિ દર્શાવતા ચહેરા નો ફોટો જરૂરી છે પણ ફોર્મ માં ચોટાડેલા પાસપોર્ટ સાઈઝ ના ફોટા તો લોકો જુના યુવાનાસ્થા ના પણ આપી દેતા હોય છે. કોઈ મૃતક ના પણ ફોટા લગાવી ફોર્મ આપી દેશે તો તે પણ નામો યાદી માં ચડી જશે.

દ્રષ્ટાંત આપીએ તો અમો પોતે ૧૯૭૦ થી આજ સુધી એકજ સરનામે રહીએ છીએ, ૧૯૭૦ થી આજ સરનામે અમારું નામ ધરાવતું રેશન કાર્ડ છે, અને આજ સુધીની તમામ વિધાનસભા, લોકસભા માં ઘરના તમામ સભ્યો નું મતદાર યાદી માં નામ આવેલું છે અને તમામ સભ્યો એ તમામે મતદાન પણ કરેલું છે તેમ છતાય અમારા ઘરની આજુ બાજુ માં રહેતા તમામ ઘરો ના નંબરો સાથે તેમાં રહેતા મતદારો ૨૦૦૨ ની યાદી માં દર્શાવે છે જયારે અમારા ઘર માં રહેતા તમામ ના નામો નથી. અમો મકાન નંબર ૩ માં રહીએ છીએ અને અમારી બાજુ માં આવેલા મકાન નં.૨ અને બીજી બાજુ નું મકાન નં.૪ સહીત આખી સોસાયટી ના મકાનો માં રહેતા લોકો ના નામો ૨૦૦૨ ની યાદી માં દર્શાવે છે જયારે અમારા મકાન નં.૩ નો ઉલ્લેખ સુધ્ધાય નથી. ૨૦૦૨ ની મતદાર યાદી ના રેકર્ડ માં છબરડા ચુંટણી વિભાગ કરે અને નામ શોધવાની જવાબદારી નાગરિકોની...? અને જો નાગરીકો એ જ શોધીને આપવાનું હોય તો દરેક નાગરિક પોતાના ચુંટણી કાર્ડ નંબર, નામ, અટક થી સરળ રીતે ૨૦૦૨ ની સ્થિતિ સર્ચ થઇ શકે તેવું આયોજન કેમ નથી કર્યું...? ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયાએ ૨૪ વર્ષ સુધી સંતાડી ને મૂકી રાખેલી ૨૦૦૨ ની મતદાર યાદીને એકાએક જાહેર માં મૂકી તેમાં ક્ષતિગ્રસ્ત અથવા ચેડા કરેલી હોય તેવું છેલ્લા ૩૫ વર્ષા થી એકેય મતદાન છોડ્યું નથી કે સ્થળાંતર પણ કરેલું નથી તેવા ચોક્કસ નામો નહિ મળતા સ્પષ્ટ થાય છે. 

આ ઉપરાંત SIR માં બીજી પણ મુશ્કેલીઓ એવી છે કે ભારત માં નાગરીકો પોતાના સંપૂર્ણ કુટુંબ સાથે વ્યવસાય ને કારણે સ્થળાંતર પણ કરતા હોય છે. જેમકે કેટલાક ૨૦૦૨ માં પશ્ચિમ બંગાળ માં નોધાયેલા હોય, કર્નાટક માં હોય કે હિમાચલ પ્રદેશ માં નોધાયેલા હોય, અને કુટુંબ સાથે સ્થળાંતર કરી ૨૦૦૫ થી ગુજરાત માં આવી ને વસેલા હોય

તો એવાઓ નાં નામો ૨૦૦૨ ની યાદી માં શોધવાના કેવી રીતે? આ શોધવાની જવાબદારી કોની ? આજે કરાઈ રહેલા SIR માં જયારે ૨૦૦૨ ની મતદાર યાદી ને આધાર ગણવાનો છે તો સન ૨૦૦૯ માં સીમાંકન થયેલું અને દાખલો આપીએ તો વડોદરા માં ત્રણ વિધાનસભા હતી તે પાંચ થઇ ગઈ. હવે ૨૦૦૨ માં સમા, માંજલપુર વિગેરે વિસ્તાર રાવપુરા વિધાનસભા માં હતો ત્યારે હાલ સમા નો તેવો ભાગ સયાજીગંજ માં ગયો અને માંજલપુર નો ભાગ માંજલપુર વિધાનસભા માં ગયો તો સામાન્ય નાગરીકો એ શોધવું કેવી રીતે...?

અમે ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાઈ રહેલા સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન ના કાર્યક્રમ ને આવકારીએ છીએ પરંતુ SIR માટે અપનાવેલી હાલ ની પદ્ધતિ એવી રાખવમાં આવી છે કે ભારતના કેટલાક નાગરીકોનો બંધારણીય મતાધિકાર છીનવાઈ જાય, સરકારી ઉચ્ચ અધિકારીઓને પણ આવડે નથી તેવી અટપટી SIR ની કામગીરી ને BLO ઉપર ઠોકી બેસાડેલી છે,

આ સાથે અમારી વિનંતી છે કે ૨૦૦૨ ની મતદાર યાદી માં નામો હોય છતાય મળતા હોય નહિ તેવા ને શોધવાની જવાબદારી જીલ્લા ચુંટણી અધિકારીશ્રી ની જ જાહેર કરાવી અને ૨૦૦૨ ની મતદાર યાદી માં નામ શોધવા માટે ઈન્ટરનેટ ના માધ્યમ થી કોઈ ચોક્કસ સર્ચ એન્જીન મુકવું, ચુંટણી કાર્ડ નંબર ના આધારે પણ ૨૦૦૨ ની યાદી માં પોતાનું નામ શોધી શકાય તેવું પ્રાવધાન કરવું. ૨૦૦૧ ની ભારત સરકારની વસ્તી ગણતરી માં મતદાર પોતાનું નામ શોધી ને દર્શાવે તેવું પણ ઈન્ટરનેટ સર્ચ એન્જીન મુકવું અને તેને આધારે પણ હાલ જીવતા મતદારો ને સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન ૨૦૨૫ માં મતદારો તરીકે નોધવા જોઈએ.

Share :

Leave a Comments