- SIR કામગીરી દરમિયાન તૈયાર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં કુલ 21,85,205 મતદારો જાહેર કર્યા હતા જેમાં 34,890 મતદારોનો વધારા થતાં ફાઇનલ યાદીમાં 22,20,095 મતદારો નોંધાયા
રાજ્યભરમાં SIRની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પણ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદીમાંથી વર્ષ 2025માં યોજાયેલી ચૂંટણીમાં નોંધાયેલા મતદારો કરતા પાંચ લાખ જેટલા મતદારોના નામ કમી થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાની SIR કામગીરી દરમિયાન તૈયાર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં કુલ 21,85,205 મતદારો જાહેર કર્યા હતા. જેમાં 34,890 મતદારોનો વધારા થતાં ફાઇનલ યાદીમાં કુલ 22,20,095 મતદારો નોંધાયા છે.
આ પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ કુલ 5,04,618 મતદારોના નામો ડિલીટ થઇ જશે તેમ પ્રાથમિક બહાર આવ્યું હતું. જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત શહેરની પાંચ અને જિલ્લાની પાંચ મળી કુલ 10 વિધાનસભા બેઠકો પર નોંધાયેલા કુલ 26,89,117 મતદારોનું વેરિફિકેશન બીએલઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 5,04,618 મતદારોના નામો કમી થાય તેમ હતું અને કુલ મતદારો તે સમયે 21,85,205 નોધાયા હતાં. જ્યારે બીજા તબક્કામાં મતદારયાદીમાં નામ ઉમેરવા, સુધારવા તેમજ મતક્ષેત્ર બદલવા અંગેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં એસઆઇઆર બાદ નોંધાયેલા મતદારો કરતા વધુ 34,890 મતદારોનો ઉમેરો થયો હતો. આજે ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરાની 10 બેઠકો પર 22,20,095 મતદારોના નામો નોંધાયા છે. આ યાદીમાં મતદારોના નામો અંદર છે કે નહી તે ચૂંટણીપંચની વેબસાઇટ અથવા પોર્ટલ પરથી જાણી શકાશે.
વડોદરા જિલ્લાની 10 વિધાનસભામાં વર્ષ 2025માં 26 લાખ જેટલા મતદારો નોંધાયા હતા. જોકે SIRની કામગીરીમાં આ પૈકી 5 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે. નવી યાદી મુજબ હવે 22,20,095 મતદારો છે. વર્ષ 2025માં 26,89,117 મતદારો હતા. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હવે આ નવી મતદાર યાદી મુજબની કવાયત હાથ ધરવામાં આવશે.
2025ની ચૂંટણીમાં નોંધાયેલા મતદારો
સાવલી 2,36,438
વાઘોડિયા 2,54,923
ડભોઇ 2,44,412
વડોદરા શહેર 3,21,424
સયાજીગંજ 3,05,494
અકોટા 2,83,487
રાવપુરા 3,06,050
માંજલપુર 2,72,391
પાદરા 2,47,031
કરજણ 2,17,467
કુલ 26,89,117
કમી થયેલા મતદારો
સાવલી 27,990
વાઘોડિયા 35,490
ડભોઇ 31,487
વડોદરા શહેર 74,801
સયાજીગંજ 71,780
અકોટા 62,802
રાવપુરા 82,633
માંજલપુર 59,936
પાદરા 29,779
કરજણ 27,236
કુલ 5,03,934
નવી યાદી મુજબ મતદારો
સાવલી 2,10,750
વાઘોડિયા 2,22,617
ડભોઇ 2,16,251
વડોદરા શહેર 2,49,058
સયાજીગંજ 2,39,870
અકોટા 2,25,506
રાવપુરા 2,26,410
માંજલપુર 2,18,120
પાદરા 2,19,621
કરજણ 1,91,892
કુલ 22,20,095


