- પાદરાથી વડોદરા આવતી બસમાં ટેકનિકલ ખામી સર્જાઇ, બસ શરૂ ન થતાં મુસાફરોને વિકલ્પ શોધવો પડ્યો
તાજેતરમાં જ વડોદરા શહેરમાં લોકાર્પણ કરાયેલી પીએમ ઈ-બસ સેવાની બસ ગઈકાલે તમાશારુપ બની ગઈ હતી.

વડોદરામાં બે મહિના પહેલા ઈ-બસનું આગમન થયું હતું. ગઈકાલે ઈ-બસ પાદરાથી વડોદરા આવી રહી હતી. ત્યારે જેતલપુર બ્રિજ ઉપર બસ ખોદકાઈ જતા મુસાફરોને નીચે ઉતરી જવું પડ્યું હતું.
મુસાફરોએ કહ્યું હતું કે 15 દિવસ પહેલા જ બસ શરૂ થઈ છે અને તેમાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે, જેને કારણે મુસાફરોને હેરાન થવાનો વખત આવે છે. જ્યારે બસના ચાલકે કયા કારણસર બસ ખોટકાઈ છે તેની ટેકનીકલ બાબતની જાણકારી નહીં હોવાનું કહ્યું હતું. બસ શરૂ નથી થતા મુસાફરોને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.


