ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણમાં અગ્રેસર વડોદરા જિલ્લો : ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સ્વનિર્ભરતાના નવા આયામો

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ-સહાય જૂથોના સપ્ટેમ્બર-૨૦૨૫ અંતિત લક્ષ્યાંક સામે ૧૪૭ ટકાથી વધુની સિદ્ધિ

MailVadodara.com - Vadodara-district-a-leader-in-rural-development-and-women-empowerment-New-dimensions-of-economic-self-reliance-in-rural-areas

વડોદરા જિલ્લામાં ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણના હેતુથી કાર્યરત વિવિધ યોજનાઓનું સુપેરે અમલીકરણ થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર-૨૦૨૫ના અંત સુધીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા છે.

સ્વ-સહાય જૂથોની રચનામાં લક્ષ્યાંક પર મિશન મંગલમ યોજના હેઠળ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરવાના પ્રયાસોમાં વડોદરા જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વર્ષ ૨૦૨૫ માટે ૩૨૫ નવા સ્વ-સહાય જૂથો રચવાના લક્ષ્યાંક સામે ૪૮૦ જૂથોની રચના કરીને જિલ્લાએ ૧૪૭.૭ ટકાની ભૌતિક સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે બે હજાર જેટલી સ્વ-સહાય જૂથોની માઇક્રો ફાઇનાન્સ માટેની અરજીઓ બેંકોમાં જમા કરાવવામાં આવી છે તેમજ ૧૫૮૦ જૂથોને કેશ ક્રેડિટનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે. 

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ જિલ્લાના યુવાનોને વિવિધ પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓ દ્વારા તાલીમ આપી રોજગારી સાથે જોડવામાં આવ્યા છે. કુલ ૭૪૫ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૪૪૧ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. તાલીમ પૂર્ણ કરનાર પૈકી ૩૬૩ યુવાનોને જે-તે ક્ષેત્રમાં નિમણૂક પત્રો અપાયા છે, જ્યારે ૩૩૬ યુવાનો સફળતાપૂર્વક પ્લેસમેન્ટ મેળવી આજીવિકા મેળવી રહ્યા છે.

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સ્વનિર્ભરતા લાવવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

Share :

Leave a Comments