- આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 9 જૂન દરમિયાન વડોદરા શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ અને સુરક્ષા દળો દ્વારા ઉપરોક્ત સાધનોનો ઉપયોગ કરવા માટે આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ સાધનોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે
રિમોટ કંટ્રોલથી ચાલતાં ડ્રોન (DRONE)
ક્વાડ કોપ્ટર (QUADCOPTER)
પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT)
માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT)
હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER)
પેરા મોટર (PARA MOTOR)
હોટ એર બલૂન (HOT AIR BALLOONS)
પેરા જમ્પિંગ (PARA JUMPING)
આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે વડોદરા શહેરના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે. પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રિમોટ સેન્સિંગ, ખાણકામ, કાયદો-વ્યવસ્થા, આંતરિક સુરક્ષા અને સંરક્ષણ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.