વડોદરા શહેર એસઓજી પોલીસે NDPS કેસમાં વોન્ટેડ આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી

ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપીની તિત્રોડગામેથી વહેલી સવારે ઝડપ્યો

MailVadodara.com - Vadodara-city-SOG-police-arrest-wanted-accused-in-NDPS-case-from-Madhya-Pradesh

- તા.9 જાન્યુઆરીની મોડી રાત્રે SOG પોલીસે બાતમી આધારે દરોડો પાડી 6 કિલો 90 ગ્રામ અફીણ સાથે બે આરોપીને ઝડપ્યા હતા, મુખ્ય સપ્લાયર કમલ જાટની શોધખોળ ચાલુ

વડોદરા શહેર SOG પોલીસે હરણી પોલીસ સ્ટેશનના NDPS કેસમાં વોન્ટેડ આરોપી લક્કીરામ ભોનીરામ સુથાર (રહે. તિત્રોડગામ, તા. સીતામઉ, જી. મંદસૌર, મધ્યપ્રદેશ)ની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આ કેસમાં 6.09 લાખ રૂપિયાની કિંમતનો 6 કિલો 90 ગ્રામ અફીણ સહિત 7.65 લાખની કિંમતનો અન્ય મુદ્દામાલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ગત તા. 09/01/2025ના રોજ મોડી રાત્રે ગોલ્ડન ટોલનાકા નજીક નવીનગરી ઝૂંપડપટ્ટી પાસે SOG પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. આ રેઇડમાં બે આરોપી ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ (રહે. ગાંગાખેડી ચોરાયા, તિત્રોડ, મધ્યપ્રદેશ) અને દેવજીભાઇ ખોડાભાઇ પ્રજાપતિ (રહે. મહાકાળી સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા) પકડી પડ્યા હતા. તેઓ પાસેથી 6 કિલો 90 ગ્રામ અફીણનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપીઓ વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

ભંવરલાલની પૂછપરછમાં જાણવા મળ્યું કે, અફીણનો જથ્થો લક્કીરામ ભોનીરામ સુથારે અપાચી મોટરસાયકલની સીટ નીચે સંતાડીને આપ્યો હતો, જેની સપ્લાય કમલ કનૈયાલાલ જાટ પાસેથી થઈ હતી. એસ.ઓ.જી. ટીમે પોલીસ કમિશનરની સૂચના અને પીઆઈ એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી લક્કીરામની મધ્યપ્રદેશના તિત્રોડગામ ખાતે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. હરણી પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં બીજા વોન્ટેડ આરોપી કમલ કનૈયાલાલ જાટની શોધખોળ ચાલુ છે. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચાલી રહી છે.

Share :

Leave a Comments