વડોદરા એસટી વિભાગ દ્વારા વડોદરાથી અંબાજી વચ્ચે નવી એસી વોલ્વો બસ શરૂ કરાઇ

મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નિર્ણય લેવાયો

MailVadodara.com - Vadodara-ST-Department-has-started-a-new-AC-Volvo-bus-between-Vadodara-and-Ambaji

- વડોદરાથી સવારે 5.45 કલાકે અને અંબાજીથી બપોરે 1.15 કલાકે ઉપડશે, ઓનલાઈન ટિકિટ બુકિંગના રૂપિયા 539 અને ઓફલાઈન ટિકિટના રૂપિયા 535 ચૂકવવા પડશે

વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવી એ.સી.વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ.સી.વોલ્વો બસ સેવા આજથી નિયમિત રીતે શરૂ કરવામાં આવી છે.


આ નવી બસ સેવા વડોદરાથી સવારે 5.45 કલાકે ઉપડશે અને અંબાજી ખાતે સવારે 11.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી બસ અંબાજી થી બપોરે 01.15 કલાકે ઉપડશે અને વડોદરા ખાતે સાંજે 07.15 કલાકે પહોંચશે.

આ એ.સી. વોલ્વો બસ સેવા શરૂ થવાથી યાત્રાળુઓ તથા સામાન્ય મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે. આ બસ સેવાનો લાભ લેવા મુસાફરે ઓનલાઈન બુકિંગ કરાવશે તો 539 રૂપિયા ચૂકવવા પડશે અને ડાયરેક્ટ ટિકિટ 535 રૂપિયા થશે.

Share :

Leave a Comments