વડોદરા ગ્રામ્ય LCBએ ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતો રૂપિયા ૧.૨૧ કરોડનો દારૂ પકડાયો

ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે દુમાડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી

MailVadodara.com - Vadodara-Rural-LCB-seizes-liquor-worth-Rs-1-21-crore-being-smuggled-under-the-guise-of-rice-waste

- રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી પોલીસે ચોખાના વેસ્ટની ફોતરીની ૨૯૦ બેગ, તાડપતરી, ત્રણ મોબાઇલ ફોન તથા ટ્રક મળીને કુલ રૂપિયા ૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો


વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે આજે દુમાડ ચોકડી નજીકથી ૧.૨૧ કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ત્રણ દિવસમાં પોલીસે હાઇવે પરથી ૧.૬૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.


ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, દારૂ ભરેલી એક ટ્રક દુમાડ ચોકડીથી અમદાવાદ તરફ જવાની છે. જેથી, પોલીસે દુમાડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે કારને રોકી હતી. રાજસ્થાન પાસિંગની ટ્રકમાં પોલીસે તપાસ કરતા ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતી વિદેશી દારૂની ૧૬,૫૧૨ બોટલ કિંમત રૂપિયા ૧.૨૧ કરોડની મળી આવી હતી. પોલીસે ચોખાના વેસ્ટની ફોતરીની ૨૯૦ બેગ, તાડપતરી, ત્રણ મોબાઇલ ફોન તથા ટ્રક મળીને કુલ રૂપિયા ૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે આરોપીઓ ભજનલાલ સુખરામભાઇ બિશ્નોઇ (રહે. આગોર,તા.ચોહટન,જિ.બાડમેર, રાજસ્થાન) તથા શિવપ્રકાશ રાજુરામ બિશ્નોઇ (રહે. ગુમાનપુરા પોસ્ટ દેયુ, જિ.જોધપુર,રાજસ્થાન)ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પણ એલ.સી.બી. સ્ટાફે એકસપ્રેસ હાઇવે આસોજ ગામ પાસે ટોલનાકા પર વોચ ગોઠવીને ૪૬ લાખની કિંમતની ૬,૨૮૮ બોટલ ભરેલું કન્ટેનર ઝડપી પાડયું હતું. પોલીસે આરોપી પન્નારામ ચુનારામભાઇ જાટ (રહે. ધારાસર, જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો.

Share :

Leave a Comments