- 29 સપ્ટેમ્બરે બપોરે 4 વાગ્યાથી રી-ઓક્શનની કામગીરી શરૂ કરાશે, રી-ઓક્શનમાં બિડિંગ સમય 1 ઓક્ટોબરને બપોરે 4 વાગ્યાથી 3 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વર્ગના વાહનો માટે પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરોની ફાળવણી હેતુ ઓનલાઈન રી-ઓક્શન (RE-AUCTION) શરૂ કરવામાં આવ્યું છે. આ રી-ઓક્શન આગામી તારીખ તા. 29/09/2025થી શરૂ થશે.
વડોદરા આરટીઓ વિભાગ દ્વારા આગામી તારીખ 29/09/2025, બપોરે 4.00 વાગ્યાથી રી-ઓક્શનની કામગીરી શરૂ કરાશે. જે આગામી તારીખ 01/10/2025 બપોરે 3 વાગે 59 મિનિટ 59 સેકન્ડ વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા ચાલુ રહેશે. જે કોઈ વાહન ચાલક આ રી ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો તે આ પ્રકારે પ્રોસેસ કરી શકે છે.
આ રી ઓક્શનમાં બિડિંગ સમય તારીખ 1/10/2025ને બપોરે 4 વાગ્યાથી 3/10/2025, બપોરે 4 વાગ્યા સુધી આપવામાં આવ્યો છે. આ સંપૂર્ણ પ્રોસેસ માટે ઈચ્છુક વાહન માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન http//parivahan.gov.in/fency પર ઓનલાઈન કરવાનું રહેશે.
આ પ્રક્રિયા માટે વાહનના સેલ લેટરની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવનાર અરજદારો જ રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે. સાથે સમયમર્યાદા બાદની અરજીઓ રદ કરવામાં આવશે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે http//parivahan.gov.in/fency ની મુલાકાત લો.


