વડોદરા આર.ટી.ઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોના પસંદગીના ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રિ-ઓક્શન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ રિ-ઓક્શનમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોની સીરીઝોના નંબરો માટે આગામી તા.15/12/2025 ના રોજ રિ-ઓક્શન માટે શરૂ કરવામાં આવશે. જેથી ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http//parivahan.gov.in/fency પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રિ-ઓક્શનમાં ભાગ લઇ શકશે. રિ-ઓક્શનના નિયમોનુસાર આગામી તા.15-12-2025 સાંજે 4 કલાકથી તા.17-12-2025 સાંજે 4 વાગ્યા સુધીમાં રિ-ઓક્શન માટે ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરી એપ્લિકેશન કરવાની રહેશે. તા.17-12-2025ના સાંજે 4થી તા.19-12-2028ના સાંજે 4 વાગ્યા સુધી બીડીંગ ઓપન રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 7 દિવસના અંદરના CNA ફોર્મ જમાં કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે તથા સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.


