- બજેટમાં રોડ-રસ્તા, પાણી પુરવઠો, ગટરવ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ તથા બ્રિજ સહિતના અનેક મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે જાહેરાતો કરવામાં આવી
- આગામી ચૂંટણીને બજેટ અનુલક્ષીને કરદરમાં કોઈ વધારો નહીં

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ્ડ બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ કુલ 7,609.63 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે . આ બજેટમાં રોડ-રસ્તા, પાણી પુરવઠો, ગટરવ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ તથા બ્રિજ સહિતના અનેક મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટ આગમી ચૂંટણીને અનુલક્ષીને કરદરને અનુલક્ષી રજૂ કરવામાં આવ્યું છે.

આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટને ચૂંટણીલક્ષી બનાવવામાં આવ્યું છે. બજેટમાં કરદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી નાગરિકો પર કોઈ વધારાનો બોજ પડશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, સમિતિમાં ચર્ચા થયા બાદ તેને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી તથા સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની બેઠકમાં ચર્ચા બાદ મીડિયાને સંબોધન કરવામાં આવશે.

ગત વર્ષના અંદાજપત્રની સરખામણીએ આ વખતના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે, જે શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે. આ બજેટ આગામી સમયમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં આ બજેટને લઈ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અને ચીફ એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિના ચેરમેન અને સભ્યોની હાજરીમાં હાલમાં ચર્ચા શરૂ કરવામાં આવી છે.


