- 48 દુકાનો પૈકી ચાર દુકાનો એસસી, એસટી અને ઓબીસી માટે અનામત રખાઇ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બનાવવામાં આવેલી દુકાનોની હરાજી કરવામાં આવશે. આગામી પાંચ વર્ષ માટે આ દુકાનો ભાડેથી આપવામાં આવશે. કુલ 48 દુકાનો છે જે પૈકી ચાર દુકાનો એસસી, એસટી અને ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા જે દુકાનોની હરાજી કરવામાં આવશે તે દુકાનો માટે ડિપોઝીટ નક્કી કરવામાં આવી છે. આ દુકાનોની અલગ અલગ અપસેટ વેલ્યુ છે. જે અપસેટ વેલ્યુ 1 લાખથી 4.80 લાખ સુધીની છે. તો દુકાનો માટે મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો માટે 2 લાખથી 9.60 લાખ સુધીની ડિપોઝીટની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.
પાલિકાની દુકાનો ભાડેથી મેળવવા ઈચ્છુકોએ આગામી 11 માર્ચ સુધીમાં પાલિકાના જમીન મિલકત અમલદારની કચેરી ખાતે અરજી કરી શકશે. આગામી બે દિવસમાં કોર્પોરેશનની વેબસાઈટ ઉપર અરજીપત્રક મેળવી શકાશે.


