વડોદરા પાલિકા દ્વારા પૂર્વ-દક્ષિણ વિસ્તારમાંથી પ્રવેશતા પાણીને રોકવા હાઇવે સમાંતર ચેનલ બનાવવાની શરૂ

પાંજરાપોળથી આજવા રોડ જંકશન સુધી વરસાદી ગટર બનાવવાનું કામ ચાલુ

MailVadodara.com - Vadodara-Municipal-Corporation-has-started-constructing-a-channel-parallel-to-the-highway-to-stop-water-entering-from-the-east-south-area

- પાલિકાએ દાવો કર્યો છે કે, આ ચેનલ બનવાથી આગામી ચોમાસામાં હાઇવે તરફથી આવતું પાણી આવશે નહીં, જેથી લોકોને રાહત થશે તેવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો

વડોદરા કોર્પોરેશન દ્વારા હાઇવે તરફથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશતા પાણીને રોકવા માટે હાઇવે સમાંતર ચેનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ દાવો કર્યો છે કે, આ ચેનલ બનવાથી આગામી ચોમાસામાં હાઇવે તરફથી આવતું પાણી આવશે નહીં. જેથી લોકોને રાહત થશે તેવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાએ જારી કરેલી નોટિફિકેશ આધારે હાઇવે તરફથી શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રવેશતા વરસાદી પાણીને શહેર બહાર વાળવાના ભાગરૂપે હાઇવેને સમાંતર શહેર બાજુના 12 મીટરના ૨સ્તે અગાઉ પાંજરાપોળથી વિશ્વામિત્રી નદી સુધી આર.સી.સી. કવર્ડ વરસાદી ચેનલ બનાવવામાં આવી છે.

આ ઉપરાંત પાંજરાપોળથી જાંબુઆ નદી ત૨ફ હયાત કાચા કાંસવાળા ભાગમાં હાલમાં પાંજરાપોળથી આજવા રોડ જંકશન સુધી રૂપિયા 13.51 કરોડના ખર્ચે 1325 મીટર લંબાઈમાં 3.00 મી X 3.00મી ની આરસીસી કવર્ડ વરસાદી ગટર બનાવવાની કામગીરી ચાલી રહેલ છે. જેની ડાઉન સ્ટ્રીમમાં આજવા રોડ જંકશનથી L & T કલવર્ટ સુધી અંદાજિત રૂપિયા 16.23 કરોડના ખર્ચે 2000 મીટર જેટલી લંબાઈમાં 3.00મી X 3,00મી સાઈઝની આર.સી.સી. કવર્ડ વરસાદી ચેનલ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે.

જેને જોડતી L & T કલ્વર્ટ થી જાંબુઆ નદી તરફના ભાગમાં અંદાજિત રૂપિયા 20.81 કરોડના ખર્ચે 2100 મીટર જેટલી લંબાઈમાં 3,00 મી X 3,00મી આર.સી.સી. કવર્ડ વરસાદી ચેનલ-બનાવવાની કામગીરી હાલમાં પ્રર્ગાત હેઠળ છે. તેમજ બાકીના ભાગમાં અંદાજિત રૂપિયા 50 કરોડના ખર્ચે 2500 મીટર જેટલી લંબાઈમાં નવીન આર. સી.સી. કવર્ડ વરસાદી ચેનલ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે.

આ કામગીરી પૂર્ણ થવાથી હાઇવે તરફથી શહેરમાં પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં પ્રવેશતા વરસાદી પાણીને શહેર બહાર વાળવાના કા૨ણે ભારે વરસાદના સમયે મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં થતાં પાણીના ભરાવાની પરિસ્થિતિના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓમાં ઘણી રાહત મળશે. તેવો પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments