- ગેસ ધારકો કે જેઓનું ગેસબીલ ભરવાનું બાકી હોય તેઓને ગેસબીલ વિભાગ દ્વારા નિયત કરેલ સેન્ટર ઉપર અન્યથા ઓનલાઇન vgl.co.in ઉપર 10 દિવસમાં ભરપાઈ કરવા અપીલ
વડોદરા ગેસ કંપનીની રૂ.27 કરોડની બાકી વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે અને ગ્રાહકોને જાહેર સૂચના આપી બાકી ગેસ બિલના નાણાં ભરપાઈ કરવા જણાવ્યું છે અને જો કોઈ નાણાં ભરપાઈ કરશે નહીં તો તેના ગેસ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે.
વડોદરા ગેસ લિમિટેડના માનવંતા ગેસ ગ્રાહકોને સુચના આપવામાં આવી છે કે, ઘણા ગેસ ધારકો કે જેઓનું ગેસબીલ ભરવાનું બાકી હોય તેઓને ગેસબીલ વિભાગ દ્વારા નિયત કરેલ સેન્ટર ઉપર અન્યથા ઓનલાઇન vgl.co.in ઉપર 10 દિવસમાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે. જો આપેલ સમય મર્યાદામાં ગેસબિલ ભરવામાં નહીં આવે તો ગેસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર આપનું ગેસ કનેકશન કાપી નાખવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી. જો તમે સમયસર ગેસ બિલ નહીં ભરો, તો વડોદરા ગેસ લિમિટેડ તમારી ગેસ જોડાણ કાપી નાખશે અને ગેસ પુરવઠો બંધ કરી દેશે.
અત્રે યાદ આપવું જરૂરી કે, વડોદરા ગેસ કંપની કેટલાક વિસ્તારોમાં બાકી નાણાંની વસુલાત કરવા જાય છે તો તેનો વિરોધ થતો રહ્યો છે ત્યારે પોલીસની મદદ લઈ ગેસ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવતી હોય છે. વડોદરા ગેસ કંપનીના છેલ્લા કેટલાક સમયથી રૂપિયા 27 કરોડ જેટલી માતબર રકમની વસુલાત બાકી હોવાથી હવે ગ્રાહકોને સૂચના આપી હોવાનું જાણવા મળે છે.