- રેલવે વિભાગ દ્વારા ટ્રેન રદ કરવા અંગે કોઈ સ્પષ્ટ કારણ જાહેર કરાયું નથી!
વડોદરા-દાહોદ-વડોદરા વચ્ચે રોજબરોજ અવરજવર કરતી મેમૂ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા અસ્થાયી રીતે રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 69233/69234 વડોદરા-દાહોદ તથા દાહોદ-વડોદરા મેમૂ આગામી 2 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રદ રહેશે.
રેલવે વિભાગ દ્વારા ટ્રેન રદ કરવા અંગે કોઈ સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ખાસ કરીને દાહોદ અને વડોદરા વચ્ચે અપડાઉન કરતા દૈનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રથયાત્રા દરમિયાન દાહોદ-વડોદરા વચ્ચે ચાલતી મેમૂ રેકને પૂર્વ તટીય રેલવે ખાતે મોકલવામાં આવતાં જૂનથી જુલાઈ મહિના દરમિયાન 23 દિવસ સુધી વડોદરા-દાહોદ-વડોદરા મેમૂ સેવા રદ કરવામાં આવી હતી.


