વડોદરા કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં કર્મચારીઓ માટે ડ્રેસકોડ લાવવાની ચર્ચા-વિચારણા કરાઇ

કોર્પોરેશનની બેઠકમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સફાઇ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી

MailVadodara.com - Vadodara-Corporation-review-meeting-discussed-bringing-in-a-dress-code-for-employees

- અધિકારીઓને ફિલ્ડ પર જઇ વણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ લાવવા  સૂચના, ગંદકી કરનારાઓ પાસેથી વધુ દંડ વસુલ કરાશે, વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરાઇ

વડોદરા કોર્પોરેશનમાં આજે રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં નગરજનોને પુરતી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓને ફિલ્ડ ઉપર જઇ વણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેને ભાર મૂક્યો હતો. આ બેઠકમાં આવનાર સમયમાં કર્મચારીઓ માટે ડ્રેસકોડ લાવવાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.


મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી રીવ્યુ બેઠકમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સફાઇ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં પાણીની સર્જાયેલી સમસ્યાનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવા સંબંધિત વિભાગને સુચના આપવામાં આવી હતી.

આ રીવ્યુ બેઠક અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રીવ્યુ બેઠકમાં નગરજનોને સરળતાથી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા આયોજન પાલિકા દ્વારા કરવામાં આવશે. બગીચાઓની સફાઇ અને ગંદકી કરનારાઓ પાસેથી વધુ દંડ વસુલ કરવામાં આવશે.

પાણી અંગે ઉમેર્યું કે, પાલિકા દ્વારા 3-4 MLD પાણી એક -બે દિવસમાં મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ટૂંક સમયમાં 10 MLD વધુ પાણી મળે તે રીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત પાર્કિંગ સમસ્યા અને હોકીગ નોનહોકીગ ઝોન પોલિસી અમલમાં લાવવા ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના કર્મચારીઓ માટે ડ્રેસકોડ લાવવાનું આયોજન કરવામાં આવશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દશામાં વિસર્જન માટે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવોની સફાઇ કરવામાં આવશે. જેથી આ તળાવો આગામી ગણેશ વિસર્જનમાં ઉપયોગી બનશે. શહેરના રસ્તાઓ ઉપર સર્ફેસીગની કામગીરી શરૂ કરવામાં આવશે. શહેરના લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે રીતે અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

Share :

Leave a Comments