વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ રખાયું

લારી ગલ્લા પથારાના દબાણ ન કરવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું

MailVadodara.com - Vadodara-Corporation-postpones-removal-of-illegal-lorry-piles-from-14-roads-in-the-city

- બે દિવસ અગાઉ તમામ લારી ગલ્લા પથારાનો મોરચો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો હતો

વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં માથાના દુખાવા સમાન બનેલા ગેરકાયદે દબાણ કરનારાઓએ શહેરના જુદા જુદા વિસ્તારને રીતસર બાનમાં લીધા છે. પરંતુ બે દિવસ અગાઉ તમામ લારી ગલ્લા પથારાનો મોરચો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો હતો. પરિણામે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો કાર્યવાહી હાલના તબક્કે બીજો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી મોકૂફ રખાઈ છે.

શહેરના જુદા જુદા 14 વિસ્તારોમાં લારી ગલ્લા પથારાના દબાણ નહીં કરવા બાબતે પાલિકા મ્યુનિસિપલ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. આ અંગે શહેરભરના તમામ લારી ગલ્લા પથારાવાળાઓએ ભારે વિરોધ કરીને બે દિવસ અગાઉ પાલિકા કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. પરિણામે શહેરના ગેરકાયદે લારી ગલ્લા પથારાઓના દબાણ અંગે અન્ય કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા ન કરાય ત્યાં સુધી લારી ગલ્લા પથારાના દબાણ સામે નવી નીતિની જાહેરાત બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments