- ખુલ્લી જગ્યા, ફૂટપાથ અને બ્રિજ નીચેની જગ્યાઓને વાર્ષિક ઇજારામાં આપવા રસ ધરાવતા ઇજારદારોએ 24 નવેમ્બર સુધી જમીન મિલકત શાખામાં અરજી મોકલવાની રહેશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કસ સુવિધા માટે વાર્ષિક ઈજારો આપવા હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ખુલ્લી જગ્યા, ફૂટપાથ અને બ્રિજ નીચેની જગ્યાઓને વાર્ષિક ઇજારામાં આપવા માટે રસ ધરાવતા ઇજારદારોને તા. ૨૪ નવેમ્બર સુધી જમીન મિલકત શાખા (કોમર્શિયલ)માં અરજી મોકલવાની રહેશે. પે એન્ડ પાર્કની સુવિધા માટે નક્કી કરાયેલા ૧૩ સ્થળોમાં સમા-સાવલી રોડ, તરસાલી ગુરુદ્વારા પાસે, છાણી ફ્લાયઓવર બ્રિજ નીચે, ન્યુ લહેરીપુરા રોડ, ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી પાસેના ફૂટપાથ, ફતેગંજ અને હિરનગર બ્રિજ નીચે, વડીવાડી પાણીની ટાંકી નજીક, તાંદળજા વિસ્તાર, સમા તળાવ, સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સામે અને હરણી લેક્ઝોન ફૂટપાથનો સમાવેશ થાય છે.


