વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકત વેરાના બિલો આપી દેવામાં આવ્યા!

MailVadodara.com - Vadodara-Corporation-extends-property-tax-bill-payment-deadline-by-15-days-in-all-zones

- એડવાન્સ વેરા વળતર યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો, કોર્પોરેશનને 187 કરોડની આવક થઈ

વડોદરા મ્યુનિસિપલ મિલકત વેરાના બિલો આપવાની 16 જુલાઈથી કરવામાં આવ્યા બાદ તમામ ઝોનમાં બિલો આપી દેવામાં આવ્યા છે, અને હવે તમામ ઝોનમાં બિલ ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 માં બિલ ભરવાની છેલ્લી તા.29 ઓગસ્ટ હતી. જે વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13માં બિલ ભરવાની છેલ્લી તા. 4 સપ્ટેમ્બર હતી, તે વધારીને તા.19 કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15માં છેલ્લી મુદત 11 સપ્ટેમ્બર હતી તે વધારીને તા.26 કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19ની છેલ્લી મુદત 15 સપ્ટેમ્બર હતી તે વધારીને તા. 30 કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતો માટે વેરા બિલ ભરવાની છેલ્લી તા.29 સપ્ટેમ્બર હતી તે વધારીને 14 ઓક્ટોબર કરવામાં આવી છે. તા.1 એપ્રિલથી 29 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનને કુલ 350.52 કરોડની આવક થઈ છે. જેમાં મિલકત વેરાની 303.98 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 28.69 કરોડ, વ્હીકલ ટેક્સની 17.55 કરોડ અને વોટર ચાર્જની 28.28 લાખ આવક થઈ ચૂકી છે. એડવાન્સ વેરા વળતર યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો હતો. જેના દ્વારા કોર્પોરેશનને કુલ 187 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનમાં અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે.

Share :

Leave a Comments