તા. 20 જૂન સુધી વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી બાજવાથી અને કોટા એક્સપ્રેસ છાયાપુરીથી દોડશે

યાર્ડ રિમૉડલિંગની સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે મેજર બ્લૉકને લીધે ફેરફાર કરાયો

MailVadodara.com - Vadodara-Ahmedabad-Intercity-will-run-from-Bajwa-and-Kota-Express-from-Chhayapuri-till-June-20

- શોર્ટ ટર્મિનેટ / ઓરિજિનેટનો સમયગાળાને હવે 30 મે થી વધારીને 20 જૂન સુધી કરાયો

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમૉડલિંગની સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે મેજર બ્લૉકને લીધે કેટલીક ટ્રેનોના સંચાલનમાં હંગામી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે કેટલીક ટ્રેનોનું ટર્મિનેશન અને ઓરિજિનેશન હંગામી ધોરણે વિશ્વામિત્રી (VS), બાજવા (BJW) અને છાયાપુરી (CYI) સ્ટેશનો પરથી કરવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર વડોદરા-કોટા એક્સપ્રેસ છાયાપુરી અને વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશન પર થનારી શોર્ટ ટર્મિનેટ / ઓરિજિનેટનો સમયગાળાને હવે 30 મે, 2026 થી વધારીને 20 જૂન, 2026 સુધી કરી દેવામાં આવ્યો છે.

શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન ટ્રેનો

ટ્રેન નંબર 19819 વડોદરા-કોટા એકસપ્રેસ તારીખ 31 મે, 2026 થી તારીખ 20 જૂન, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા-છાયાપુરી વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 19820 કોટા-વડોદરા એકસપ્રેસ તારીખ 30 મે, 2026 થી તારીખ 19 જૂન, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા છાયાપુરી-વડોદરા વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ તારીખ 31 મે, 2026 થી તારીખ 20 જૂન, 2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 31 મે, 2026 થી તારીખ 20 જૂન, 2026 સુધી બાજવા સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનોના સમય, રોકાણ અને અન્ય અદ્યતન માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

Share :

Leave a Comments