આજવા રોડ પર 70 વર્ષીય મહિલાના ગળામાંથી 10 ગ્રામનો અછોડો ખેંચી અજાણ્યો ફરાર

બાપોદમાં વૃદ્ધ મહિલાને નિશાન બનાવી સોનાના અછોડાની લૂંટ

MailVadodara.com - Unknown-person-flees-after-snatching-a-10-gram-gold-chain-from-a-70-year-old-womans-neck-on-Ajwa-Road

- શખ્સે પાછળથી આવી ગળામાં હાથ નાખ્યો, સાથીદાર સાથે બાઇક પર નાસી ગયો

વડોદરાના આજવા રોડ પર આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષના જશીબેન કરસનભાઈ રોહિતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિત્યક્રમ મુજબ હું 23 ઓગસ્ટ, 2026ના રોજ સવારે હું અમારી સોસાયટીના નાકા પાસે આવેલા શુરપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી. દર્શન કરીને સવારે આશરે 6.50 વાગ્યે હું ઘરે પરત ફરી રહી હતી, ત્યારે પાછળથી કાળા કલરનું ટપકાંવાળું શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ આવ્યો. તેણે અચાનક જ મારા ગળામાં હાથ નાખીને 10 ગ્રામનો સોનાનો અછોડો ઝૂંટવી લીધો અને તોડી નાખ્યો. અછોડો ઝૂંટવીને એ આરોપી થોડે દૂર ઊભેલા પોતાના સાથીદારની કાળા કલરની બાઇક પાછળ બેસીને આજવા રોડ તરફ ભાગી છૂટ્યો હતો. 

Share :

Leave a Comments