સમા સંજયનગરમાં વિદેશી દારૂનો ધંધો કરતી બે મહિલા ઝડપાઈ, 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ઘરમાં દરોડો પાડતા રસોડા અને વાહનમાંથી દારૂનો જથ્થો મળ્યો

MailVadodara.com - Two-women-caught-dealing-in-foreign-liquor-in-Sama-Sanjaynagar-contraband-worth-1-15-lakh-seized

- સમા પોલીસે દારૂની 205 બોટલ કિંમત રૂપિયા 90,218 મળી કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સમા સંજયનગરમાં વિદેશી દારૂનો ધંધો કરતી બે મહિલાને પોલીસે ઝડપી પાડી 90 હજાર ઉપરાંતનો દારુ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સમા પોલીસને માહિતી મળી હતી કે, સમા સંજયનગર માળી મહોલ્લામાં રહેતા મહેશ ભૂપેન્દ્રભાઇ માળી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી મૂક્યો છે. તે જથ્થામાંથી તેની પત્ની મીનાબેન તથા ભાભી ગજરાબેન દારૂનું વેચાણ કરી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા મીનાબેન રાજુભાઇ માળી તથા ગજરાબેન મહેશભાઇ માળી મળી આવ્યા હતા. પોલીસને રસોડામાં સંતાડી રાખેલો તથા ટુ વ્હીલરમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની 205 બોટલ કિંમત રૂપિયા 90,218ની કબજે કરી છે. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments