અકોટાના મોલમાંથી 20 હજારનો સામાન ચોરી જતી બે મહિલાઓની ધરપકડ

ઓછી રકમનું બિલ બનાવી વધુ સામાન લઇ જતી બે મહિલા સામે ફરિયાદ

MailVadodara.com - Two-women-arrested-for-stealing-goods-worth-Rs-20-000-from-Akota-mall

- ચેકિંગ દરમિયાન મહિલાઓ પાસે માત્ર રૂા.૩૦૬૩નું બિલ મળ્યું હતું, જોકે લઇ જવાતી ચીજોની કિંમત રૂપિયા ૨૩ હજારથી વધુ થતી હતી

શહેરના અકોટા વિસ્તારના મોલમાંથી ઓછી રકમનું બિલ બનાવી વધુ માલ-સામાન લઇ જતી બે મહિલા પકડાઇ જતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અકોટા ડી-માર્ટ ખાતે સાંજના સમયે બે મહિલા તેલ, ઘી, કાજુ, બદામ, ટી શર્ટ, સ્વેટર જેવી ચીજો લઇને નીકળતી હોવાથી બિલ ચેક કરવામાં આવ્યું હતું. જે દરમિયાન તેમની પાસે માત્ર રૂપિયા ૩૦૬૩નું બિલ મળ્યું હતું. આ બિલની સામે લઇ જવાતી ચીજોની કિંમત રૂપિયા ૨૩ હજારથી વધુ થતી હતી. જેથી અર્ચના અને ખુશ્બૂ નામની બે મહિલાની સામે પોલીસે ગુનો નોંધી વધુ પૂછપરછ કરી રહી છે.

Share :

Leave a Comments