- ભાયલી તરફથી આવતી કારની ટક્કર, પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો
બિલ ચાર રસ્તા પાસે પૂરઝડપે જતી કારના ચાલકે ટુ વ્હીલર ચાલક અને નજીકમાં ઊભેલી મહિલાને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન ટુ વ્હીલર ચાલકનું મોત થયું છે.
બિલ ગામ પરમ એસ્પાયરમાં રહેતા વિદ્યાબેન મહેશભાઇ વસાવા (ઉં.વ.૪૮) ગઇકાલે સવારે સવા અગિયાર વાગ્યે ભાયલી ખાતે પ્રગતિ સ્કૂલમાં અભ્યાસ કરતી ૮ વર્ષની પૌત્રીને લેવા માટે ગયા હતા. પૌત્રીને સ્કૂલેથી લઇને તેઓ ઘરે જવા નીકળ્યા હતા. બિલ ચાર રસ્તા પાસે પૌત્રીને બાકડા પર બેસાડી તેઓ રિક્ષાની રાહ જોતા હતા. તે દરમિયાન ભાયલી તરફથી પૂરઝડપે આવતી એક કારના ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી હતી. તેમજ વિદ્યાબેનને પણ અડફેટે લીધા હતા. વિદ્યાબેન તથા ટુ વ્હીલર ચાલક સંજીવ ભૂપેન્દ્રભાઇ ત્રિવેદીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સંજીવ ત્રિવેદીનું મોત થયું છે. જ્યારે વિદ્યાબેન સારવાર હેઠળ છે. અટલાદરા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


