સરદાર એસ્ટેટથી હાઇવે સુધીના રોડ ઉપરથી હંગામી દબાણ દૂર કરી બે ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરાયો

MailVadodara.com - Two-trucks-worth-of-goods-seized-after-temporary-pressure-was-removed-from-the-road-from-Sardar-Estate-to-the-highway

- અકોટા બ્રિજથી યોગ સર્કલ અને પ્રતાપ નગર બ્રીજ વિસ્તારના હંગામી દબાણો દૂર કરીને વધુ એક ટ્રક મળી કુલ 3 ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરાયો

વડોદરા શહેરના વોર્ડ નં. 5-4 માં સરદાર એસ્ટેટથી હાઇવે સુધીના રોડ રસ્તે થયેલા હંગામી લારી-ગલ્લા અને તંબુઓના દબાણ દૂર કરીને પાલિકાની દબાણ શાખાએ બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે અકોટા બ્રિજથી યોગ સર્કલ અને પ્રતાપ નગર બ્રીજ વિસ્તારના હંગામી દબાણો દૂર કરીને વધુ એક ટ્રક મળી કુલ 3 ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરાયો હતો. 


શહેરના વોર્ડ નં. 5-4 માં સરદાર એસ્ટેટથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધીના રોડ રસ્તે થયેલા ગેરકાયદે હંગામી દબાણો પાણી પીણીની લારી ગલ્લા, તથા તરબૂચ શકરટેટી સહિતના અન્ય તંબુ પાલિકાની દબાણ શાખાએ દૂર કરીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

આવી જ રીતે પ્રતાપ નગર વિસ્તારના ગેરકાયદે ખાણીપીણીની લારી-ગલ્લાં શેરડીના કોલા તથા તરબૂચ શક્કર ટેટીના બાંધેલા કાચા શેડ તોડીને પાલિકાની દબાણ શાખાએ વધુ એક ટ્રક મળીને કુલ મળી ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

Share :

Leave a Comments